જૂનાગઢ: મગફળીનો પાક ફેઇલ જતાં 30 વીઘામાં વાવેલ મગફળી સળગાવી દીધી

અટલ સમાચાર, ડેસ્ક જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના પાણી ધરા ગામના ખેડૂત ગિરીરાજસિંહ લખમણભાઈ સિસોદીયાએ પોતાના ખેતરમાં 30 વીઘા જમીનમા વાવેલ મગફળીનો પાક ફેઈલ જતા સળગાવી દીધો હતો. ચાલુ વર્ષે અનરાધાર વરસાદને લઈને ખેડુતોના પાક નિષ્ફળ ગયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જૂનાગઢ જિલ્લામાં કુલ વાવેતરના 80% વિસ્તારમાં મગફળીનુ વાવેતર કર્યું હતું. ચાલુ
 
જૂનાગઢ: મગફળીનો પાક ફેઇલ જતાં 30 વીઘામાં વાવેલ મગફળી સળગાવી દીધી

અટલ સમાચાર, ડેસ્ક

જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના પાણી ધરા ગામના ખેડૂત ગિરીરાજસિંહ લખમણભાઈ સિસોદીયાએ પોતાના ખેતરમાં 30 વીઘા જમીનમા વાવેલ મગફળીનો પાક ફેઈલ જતા સળગાવી દીધો હતો. ચાલુ વર્ષે અનરાધાર વરસાદને લઈને ખેડુતોના પાક નિષ્ફળ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જૂનાગઢ જિલ્લામાં કુલ વાવેતરના 80% વિસ્તારમાં મગફળીનુ વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 100%થી વધુ વરસાદ થતા મગફળી અને કપાસ નો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને બિયારણ, દવા, મજૂરી પણ માથે પડી છે.તાના પાકને સળગાવનાર ખેડૂતે કહ્યું હતું કે ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ ગયો છે. છેલ્લા અઠવાડિયામાં તડકો નીકળતાં મગફળી કાઢી હતી પણ પાથરામાં મગફળીના બીયા નીકળ્યા ના હતા. તેથી મેં મગફળીના પાથરા સળગાવી દીધા છે.

જૂનાગઢ: મગફળીનો પાક ફેઇલ જતાં 30 વીઘામાં વાવેલ મગફળી સળગાવી દીધી
જાહેરાત

ખેડૂતે કહ્યું હતું કે મને 7 થી 8 લાખ રૂપિયાનુ નુકશાન થયું છે. હવે સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી છે. બીજી તરફ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢેઢુકી ગામનાં યુવાન ખેડૂત પ્રતાપભાઈ માત્રાભાઈ વેગડે ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો છે. તેમને પાળીયાદ હોસ્પિટલ ત્યાર બાદ બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવતાં ગામમાં અને ખેડૂતોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.