જૂનાગઢ: મોરારીબાપૂ પર હુમલાના વિરોધમાં નવદંપતિએ લોહીથી પત્ર લખ્યો

અટલ સમાચાર, ડેસ્ક રામ કથાકાર મારોરી બાપૂ પર તાજેતરમાં જ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટનાથી આહતમાં આવેલા સંતોએ ખૂબ વિરોધ કર્યો હતો. જોકે, હજુ સુધી આ મામલે પબુભા માણેક દ્વારા માફી માંગવામાં આવી નથી ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના માળીયા
 
જૂનાગઢ: મોરારીબાપૂ પર હુમલાના વિરોધમાં નવદંપતિએ લોહીથી પત્ર લખ્યો

અટલ સમાચાર, ડેસ્ક

રામ કથાકાર મારોરી બાપૂ પર તાજેતરમાં જ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટનાથી આહતમાં આવેલા સંતોએ ખૂબ વિરોધ કર્યો હતો. જોકે, હજુ સુધી આ મામલે પબુભા માણેક દ્વારા માફી માંગવામાં આવી નથી ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં એક અદભુત ઘટના ઘટી હતી. આ વિસ્તારના ભંડુરી ગામમાં આજે એક નવવિવાહિત યુગલે પોતાના રક્તથી સાઇન કરેલું આવેદન પત્ર આપી અને મોરારિ બાપુ પર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે ભંડુરી ગામે હરિયાણી પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો. ત્યારે પરિવારના ચિંરજીવી કપિલના લગ્ન સમારંભ બાદ સમગ્ર પરિવાર મામલતદાર ઑફિસે પહોચ્યું હતું. પરિવારની હાજરીમાં નવયુગલ કપિલ અને જાગૃતિએ પોતાની આંગળીના લોહીથી સિંચિત આવેદન પત્ર આપી અને મોરારિ બાપુ પ્રત્યે પોતાના સંવેદન દર્શાવી હતી.

ઘટના બાદ પરિવારના મોભીએ જણાવ્યું હતું કે ‘બાપુ પર દ્વારકામાં હુમલો થયો એ ઘટનાને વખોડીએ છે. અમે આ મામલે તપાસ થાય તેવી માંગણી કરીએ છે અને પબુબા વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પણ માંગ કરીએ છીએ’. અગાઉ આ મામલે ગામે ગામે આવેદન પત્રો આપવામાં આવ્યા છે ત્યારે આ એક નવો વિરોધ જોવા મળ્યો હતો.