જંગલ@બનાસકાંઠા: ગેરરીતિનો ઇરાદો, અધૂરા કાગળોથી સહી લેતાં ઝડપ્યા

અટલ સમાચાર, મહેસાણા બનાસકાંઠા જિલ્લા વન આલમમાં ચોંકાવનારી ગતિવિધિ સામે આવી છે. ટેન્ડર પ્રક્રિયા બાદ ઇન્ચાર્જ ડીએફઓની સહી બાદ ગ્રાન્ટ લેવા તાલુકા વન અધિકારીઓએ મથામણ કરી હતી. જેમાં અધૂરા કાગળો રજૂ કરી ગેરરીતીનો ઇરાદો હોવાનું સામે આવ્યું છે. પાઇપ લાઇનમાં ચાલતી બાબત અટલ સમાચાર ડોટ કોમ દ્વારા બ્રેક કરી પૂછતાં હડકંપ મચી ગયો છે. મહિલા
 
જંગલ@બનાસકાંઠા: ગેરરીતિનો ઇરાદો, અધૂરા કાગળોથી સહી લેતાં ઝડપ્યા

અટલ સમાચાર, મહેસાણા

બનાસકાંઠા જિલ્લા વન આલમમાં ચોંકાવનારી ગતિવિધિ સામે આવી છે. ટેન્ડર પ્રક્રિયા બાદ ઇન્ચાર્જ ડીએફઓની સહી બાદ ગ્રાન્ટ લેવા તાલુકા વન અધિકારીઓએ મથામણ કરી હતી. જેમાં અધૂરા કાગળો રજૂ કરી ગેરરીતીનો ઇરાદો હોવાનું સામે આવ્યું છે. પાઇપ લાઇનમાં ચાલતી બાબત અટલ સમાચાર ડોટ કોમ દ્વારા બ્રેક કરી પૂછતાં હડકંપ મચી ગયો છે. મહિલા વન અધિકારીએ સહી વિના વાઉચરો પરત મોકલી પૂર્તતા કરવાના આદેશ કર્યા છે.

બનાસકાંઠા જિલ્લાની વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ કચેરીઓ હેઠળ પ્લાન્ટેશનમા પાણી આપવા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ગત ફેબ્રુઆરી- માર્ચ દરમ્યાન ટેન્ડર પ્રક્રિયા થઇ હતી. સરેરાશ 12 રેન્જ ફોરેસ્ટ કચેરીઓ પૈકી કેટલાકમાં ગેરરીતિની સંભાવના બની હતી. ટેન્ડર મેળવનાર ઠેકેદાર અને વાઉચરમા દર્શાવેલ વિગતોમાં વિસંગતતા હોવાનું સામે આવ્યું હતું. આથી ઇન્ચાર્જ ડીએફઓ બિંદુબેનને પૂછતાં તપાસ કરી લઉં તેવું જણાવ્યું હતું.

આ પછી ફરી એકવાર વિગતો મેળવતાં વહીવટી બેદરકારી હોવાનું બહાર આવ્યું છે. આ વહીવટી બેદરકારી ચોક્કસ ઈરાદો પાર પાડવા કરી હોવાની આશંકા જોતાં ઘટનાક્રમ રસપ્રદ બન્યો છે. ઇન્ચાર્જ ડીએફઓ બિંદુબેને જણાવ્યું હતું કે, બેથી ત્રણ રેન્જ કચેરીએ વર્ક ઓર્ડર સહિતના કાગળો વગર વાઉચરો રજૂ કર્યા હતા. આથી પૂર્તતા કરવાનું કહી વાઉચરો પરત મોકલી દીધા છે. આ સમગ્ર ગતિવિધિને પગલે વન આલમમાં ખળભળાટ મચી ગયો છે.