કચ્છ: ભુજ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10 વ્યકિતના કરૂણ મોત

અટલ સમાચાર, ભુજ સોમવારે બપોરે કચ્છમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. કચ્છના માનકૂવા અને સામત્રા વચ્ચે થયેલા અકસ્માતમાં એક ટ્રક અને છકડો ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત થતાની સાથે જ ઘાયલોની ચિચિયારીથી ચાલકો થંભી ગયા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાની થયા છે. અકસ્માત થતાની સાથે જ ઇમરજન્સી
 
કચ્છ: ભુજ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10 વ્યકિતના કરૂણ મોત

અટલ સમાચાર, ભુજ

સોમવારે બપોરે કચ્છમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. કચ્છના માનકૂવા અને સામત્રા વચ્ચે થયેલા અકસ્માતમાં એક ટ્રક અને છકડો ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત થતાની સાથે જ ઘાયલોની ચિચિયારીથી ચાલકો થંભી ગયા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાની થયા છે.

કચ્છ: ભુજ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત, 10 વ્યકિતના કરૂણ મોત

અકસ્માત થતાની સાથે જ ઇમરજન્સી સારવાર માટે 108ને જાણ કરવામાં આવી હતી. ધાયલોને ભુજની અદાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 108ની ચાર ટીમો ઘટના સ્થળે આવી પહોંચતા ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે માનકૂવા પોલીસ પણ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ અકસ્માતમાં મૃતકોને ટેમ્પોમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે રીક્ષામાં સવાર તમામ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી તો કુલ 10 લોકોનાં મોત થયા હતા.