અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લાના કડવાસણ ગામે અનુપમ પ્રથમિક શાળા ખાતે ગાંધી કા બચપન વિષય અંતર્ગત રમેશભાઈ વૈષ્ણવના મુખેથી 133મી કથા યોજાઈ હતી. જેમાં ગાંધીજીના જીવન-કવનના પ્રસંગોનું નિરૂપણ કરી બાળકોમાં ગાંધી વિચારોની ચેતના જગાડવાના પ્રયાસ કરયા હતા. ઉપરાંત સ્વ. બિરેન દેસાઈના સ્મરણાર્થે શાળામાં દેસાઈ ઈશ્વરભાઈ સાંકાભાઈ તરફથી વોટરકુલર આપ્યું હતું. આ પ્રસંગે બી.આર.સી. ઈલિયાસભાઈ તથા શાળાના આચાર્ય શૈલેષ દરજી ઉપસ્થિત રહ્યા હતા.