તપાસ@કડી: 1.61 કરોડના નકલી ઇન્જેક્શન કેસમાં મોરબી પોલીસે 1 ઇસમને પકડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોનાકાળ વચ્ચે નકલી રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ મોરબી, અમદાવાદ અને સુરતથી અંદાજીત 1.61 કરોડના ઇન્જેક્શન જપ્ત કરાયા છે. આ સાથે હવે તપાસનો છેડો છેક મહેસાણા જીલ્લામાં પહોંચ્યો હોવાની વિગતો સામે આવી છે. ગઇકાલે મોરબી પોલીસની ટીમ કડીની એક મેડિકલ સ્ટોરના માલિકને ઇન્જેક્શન કેસમાં ઉઠાવી ગયાની વિગતો સામે આવી છે. અટલ સમાચાર
 
તપાસ@કડી: 1.61 કરોડના નકલી ઇન્જેક્શન કેસમાં મોરબી પોલીસે 1 ઇસમને પકડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોનાકાળ વચ્ચે નકલી રેમડેસિવિર ઇન્જેક્શનને લઇ મોરબી, અમદાવાદ અને સુરતથી અંદાજીત 1.61 કરોડના ઇન્જેક્શન જપ્ત કરાયા છે. આ સાથે હવે તપાસનો છેડો છેક મહેસાણા જીલ્લામાં પહોંચ્યો હોવાની વિગતો સામે આવી છે. ગઇકાલે મોરબી પોલીસની ટીમ કડીની એક મેડિકલ સ્ટોરના માલિકને ઇન્જેક્શન કેસમાં ઉઠાવી ગયાની વિગતો સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડીમાં આવેલ અમન મેડિકલ સ્ટોરના માલિક યુસુફે 700 નકલી ઇન્જેક્શન ખરીદ્યા હોવાથી ચોંકાવનારી વિગતો સામે આવતાં હડકંપ મચી ગયો છે. જેથી ગઇકાલે મોરબી પોલીસે મહેસાણા એલસીબીની મદદથી ઓપરેશન પાર પાડી યુસુફને ઝડપી લીધો હતો. નોંધનિય છે કે, મોરબી પોલીસે પકડેલા રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીરના આરોપીઓ જરૂરિયાત મંદ લોકોને શોધતાં, પોતાના સ્વજનોના જીવ બચાવવા માટે લોકો પણ તમામ શરતો માની લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મોરબી પોલીસે રાજ્યવ્યાપી નકલી રેમડેસીવીરનો વેપલો કરતા ઇસમોને મોરબીથી પકડી પાડ્યા હતા. જેમાં બાદમાં અમદાવાદ, સુરત અને હવે મહેસાણા સહિત અનેક જીલ્લાઓમાં તાર જોડાયા હતા. જોકે તમામ જગ્યાએ મોરબી પોલીસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા પાડી કરોડોનો મુદામાલ જપ્ત કર્યો છે.

શું કહ્યું મોરબી SPએ ?

મોરબી SP સુબોધ ઓડેદરાના જણાવ્યા અનુસાર, હાલ સુધીમાં 13 આરોપીઓની સંડોવણી ખુલી છે. જેમાં મોરબીના રાહુલ અશ્વિનભાઈ કોટેચા-મોરબી, રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ હીરાણી-મોરબી, મહંમદ આશીમ ઉર્ફે મહંમદ આશિફ રઝીમભાઈ હુશેન કાદરી-અમદાવાદ, કૌશલ મહેન્દ્રભાઈ વોરા-સુરત, પુનિત ગુણવંતલાલ સાફજૈન- મુંબઈની ધરપકડ કરી છે. જ્યારે સીરાજખણ ઉર્ફે રાજુ મુસીરખાંન પઠાણ-સુરત અને કલ્પેશ મોહનભાઈ પ્રજાપતિ-ભરૂચ વાળા નાસી છૂટ્યા છે જેને પકડવા પોલીસે જુદી જુદી ટિમો બનાવી શોધખોળ હાથ ધરી છે. પોલીસે તમામ સામે આઈપીસીની કલમ 308, 420, 120B, 34, 274 તથા આવશ્યક ચીજ વસ્તુઓ અધિનીયમની કલમ 3, 7, 11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 53વી અને પાસા એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.