કળીયુગ@અમદાવાદ: સાસુને લોખંડના સળીયા વડે માર મારતાં પરિણીતા સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સોલા વિસ્તારમાં પુત્રવધૂએ સાસુને ધમકી આપીને માર મારતા સાસુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોતા વિસ્તારમાં રહેતા ફરીયાદીના જણાવ્યાનુંસાર પુત્રવધુએ તેમને સળીયા વડે માર માર્યો હતો. આ સાથે ડોશી આઘી જા નહીંતર ત્રીજા માળેથી નીંચે ફેંકી દઇશ તેવુ કહેતાં સાસુ ચોંકી ગયા હતા. જે બાદમાં જતાં-જતાં કહેલ કે, જો મારા સામે
 
કળીયુગ@અમદાવાદ: સાસુને લોખંડના સળીયા વડે માર મારતાં પરિણીતા સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોલા વિસ્તારમાં પુત્રવધૂએ સાસુને ધમકી આપીને માર મારતા સાસુએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોતા વિસ્તારમાં રહેતા ફરીયાદીના જણાવ્યાનુંસાર પુત્રવધુએ તેમને સળીયા વડે માર માર્યો હતો. આ સાથે ડોશી આઘી જા નહીંતર ત્રીજા માળેથી નીંચે ફેંકી દઇશ તેવુ કહેતાં સાસુ ચોંકી ગયા હતા. જે બાદમાં જતાં-જતાં કહેલ કે, જો મારા સામે પોલીસ ફરીયાદ કરશો તો તમને બંનેને ખોટી ફરીયાદમાં ભરાવી દઇશ. ઘટનાને લઇ ફરીયાદીએ તેમની પુત્રવધુ સામે ગુનો દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતાં મહિલાની ફરિયાદ છે કે તેમના પુત્ર ના લગ્ન બાદ પુત્રવધૂ યેન કેન પ્રકારે તેમની અને તેમના દીકરા ને સાથે ઝઘડો કરે છે. આ સાથે લગ્નના પાંચેક મહિના બાદ કામની બાબતને લઈને તેમની સાથે ઝઘડો કરી તેમને માર માર્યો હતો. જ્યારે તેમના પૌત્રના પ્રથમ જન્મ દિવસ એ પિયરમાં જવાની ના પાડતા તેના પિતા અને બે ભાઈઓએ ફરિયાદીના પુત્ર સાથે ઝઘડો કર્યો હતો. આમ અવાર-નવાર તે ઝઘડા કરી તેની મરજી મુજબ પિયર જઈ પરત આવતી હતી.

આ સાથે ફરીયાદમાં ઉમેર્યુ છે કે, કેટલાક દિવસ અગાઉ ફરિયાદીની પુત્રવધૂ તેના પિયરપક્ષમાં કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી. આ દરમ્યાન તે ફરિયાદીના પુત્રને મનફાવે એમ ગાળો બોલતી હતી. જેથી ફરિયાદીએ આવું વ્યવહાર કરવાની પુત્રવધૂને ના પાડી હતી. જેના કારણે પુત્રવધુ ઉશ્કેરાઇ ગઇ હતી અને ફરિયાદીને ધમકી આપી હતી કે ડોશી આઘી જા નહી તો ત્રીજા માળે થી નીચે ફેંકી દઈશ. એમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો બાદમાં લોખંડના સળીયા વડે માર મારતા ફરિયાદીએ બૂમાબૂમ કરી હતી. આ તરફ તેમનો દીકરો પણ ઉપરના માળે આવી જતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ આવે તે પહેલા ફરિયાદીની પુત્રવધુ તેની બહેન સાથે ત્યાંથી ફરાર થઈ ગઈ હતી અને જતાં-જતાં ધમકી આપી હતી કે, જો તું કે તારો દીકરો મારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરશો તો તમને બંનેને ખોટી ફરિયાદ કરી ભરાવી દઈશ. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.