કળીયુગ@થરાદ: પતિની નજર સામે મહિલા પ્રેમી સાથે ભાગી, ઠંડા કલેજે પુત્રની હત્યા થવા દીધી

અટલ સમાચાર, થરાદ કોરોનાકાળ વચ્ચે થરાદ તાલુકાના ગામે પ્રેમીએ પ્રેમીકાના દોઢ વર્ષના માસુમ દિકરાની હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઇ છે. પંથકના ગામની યુવતિ ગત દિવસોએ તેના પતિની નજર સામે દોઢ વર્ષિય પુત્રને લઇ પ્રેમી સાથે બાઇક પર ભાગી ગઇ હતી. જે બાદમાં બાળક સતત રડતું હોઇ પકડાઇ જવાની બીકે પ્રેમીએ માતાની નજર સામે જ
 
કળીયુગ@થરાદ: પતિની નજર સામે મહિલા પ્રેમી સાથે ભાગી, ઠંડા કલેજે પુત્રની હત્યા થવા દીધી

અટલ સમાચાર, થરાદ

કોરોનાકાળ વચ્ચે થરાદ તાલુકાના ગામે પ્રેમીએ પ્રેમીકાના દોઢ વર્ષના માસુમ દિકરાની હત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઇ છે. પંથકના ગામની યુવતિ ગત દિવસોએ તેના પતિની નજર સામે દોઢ વર્ષિય પુત્રને લઇ પ્રેમી સાથે બાઇક પર ભાગી ગઇ હતી. જે બાદમાં બાળક સતત રડતું હોઇ પકડાઇ જવાની બીકે પ્રેમીએ માતાની નજર સામે જ બાળકની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદમાં બાળકના પિતાએ થરાદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને ઝડપી પાડી જેલહવાલે કરી નાંખ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં બુકણા ગામે રહેતા ભરતભાઈ ઠાકોર પત્ની મંજુલાબેન અને દોઢ વર્ષનો દીકરો સંદીપ ઉર્ફે રવિ થરાદ તાલુકાના ચારડા ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. ગત 24મી ઓક્ટોબરે આઠમા નોરતાના દિવસે માતાજીની પલ્લી ભરવા બુકણા ગયા હતા અને બીજા દિવસે 25મી ઓક્ટોબરે ચારડા જવા માટે વાવ બસ સ્ટેન્ડમાં બેઠા હતા. અહીંથી તેવો દીકરા સંદીપના વાળ કપાવવા માટે ગયા હતા. જોકે, સંદીપે વાળ કાપવા ન દેતા તેઓ ફરીથી બસ સ્ટેન્ડ આવી ગયા હતા. થોડીવાર પછી મંજુલાબેને વોશરૂમ જવાનું કહીને પોતાના દીકરા સાથે શૌચાલય તરફ ગયા હતા.

કળીયુગ@થરાદ: પતિની નજર સામે મહિલા પ્રેમી સાથે ભાગી, ઠંડા કલેજે પુત્રની હત્યા થવા દીધી

આ દરમ્યાન ભોરડુ ગામનો ઉદાભાઈ માજીરાણા બાઇક લઈને ઉભો હતો. જેની સાથે પરિણીતા દીકરાને લઈ ભાગી ગઈ હતી. જે જોઈ જતાં પતિ ભરતભાઈએ બુમાબૂમ કરી હતી. જોકે, પ્રેમી તેની પત્નીને ભગાડી ગયો હતો. આ પછી પતિ ભરતે પોતાના સાસરિયામાં જઈને બધી વાત કરતાં તેમણે દીકરી મંજૂલા અને બાળકની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ મંજુલા અને પ્રેમી ઉદો દોઢ વર્ષના સંદીપ સાથે થરાદ તાલુકાના જેતડા સ્થિત માતાજીના મંદિરમાં રોકાયા હતા. અહીં સંદીપ ખૂબ રડ રડ કરતો હતો. તેમજ ચૂપ થવાનું નામ લઈ રહ્યો નહોતો, જેથી પકડાઈ જવાની બીક લાગતા મંજુ અને ઉદાએ ગળું દબાવીને દીકરા સંદીપની હત્યા કરી નાંખી હતી.

કળીયુગ@થરાદ: પતિની નજર સામે મહિલા પ્રેમી સાથે ભાગી, ઠંડા કલેજે પુત્રની હત્યા થવા દીધી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભરતભાઇએ પોતાની પત્ની અને તેના પ્રેમી સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં પીઆઇ જે.બી.ચૌધરીએ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી ગણતરીના કલાકમાં જ બન્ને ઝડપી લઇ તેમની સામે આઇપીસીની કલમ 302, 34 મુજબ ગુનો નોંધી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. નોંધનિય છે કે, મંજુલાબેન અને તેના પ્રેમી ઉદાએ દોઢ વર્ષના રવિ ઉર્ફે સંદિપનું ગળું દાબી નિર્મમ હત્યા કરી દિધી હતી. જે બાદ મંજુલા મૃત દિકરા રવિ ઉર્ફે સંદિપને કપડામાં વિંટાળી તેના પીયર પીરગઢ ગામે આવી હતી. જ્યાં પુત્રની જીભ બહાર નિકળેલી અને ગળાના ભાગે વાગેલાનું નિશાન હોઇ આ અંગે પત્નીને પૂછતાં તેણીએ કહ્યું હતું કે, પુત્ર રડરડ કરતો હોઇ અમે પકડાઇ ન જઇએ તે ડરથી ઉદાએ ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી.