કામલીલા@સમીઃ તબીબ પિતા-પુત્ર દ્વારા કેટલી મહિલાઓ શિકાર બની, ચોરેચૌટે ચર્ચા

અટલ સમાચાર, સમી, મહેસાણા સમી ખાતે છેલ્લા અંદાજે ૨૦ વર્ષથી ખાનગી દવાખાનું ચલાવતા પિતા-પુત્ર દ્વારા મહિલાઓ સાથે કામલીલા આચર્યાનો વિડિયો વાયરલ થયો હતો. જેને લઈ પાટણ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. શનિવારે સ્થાનિક લોકોમાં તબીબનો સેક્સ વિડીયો વાયરલ થતાં પાટણથી લઈ ગાંધીનગર સુધી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમીમાં ખાનગી દવાખાનું ચલાવતા મહેન્દ્ર મોદી અને કિશન
 
કામલીલા@સમીઃ તબીબ પિતા-પુત્ર દ્વારા કેટલી મહિલાઓ શિકાર બની, ચોરેચૌટે ચર્ચા

અટલ સમાચાર, સમી, મહેસાણા

સમી ખાતે છેલ્લા અંદાજે ૨૦ વર્ષથી ખાનગી દવાખાનું ચલાવતા પિતા-પુત્ર દ્વારા મહિલાઓ સાથે કામલીલા આચર્યાનો વિડિયો વાયરલ થયો હતો. જેને લઈ પાટણ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. શનિવારે સ્થાનિક લોકોમાં તબીબનો સેક્સ વિડીયો વાયરલ થતાં પાટણથી લઈ ગાંધીનગર સુધી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમીમાં ખાનગી દવાખાનું ચલાવતા મહેન્દ્ર મોદી અને કિશન મોદી નામના પિતા-પુત્રએ અત્યારસુધી કેટલી મહિલાઓ સાથે સારવારના નામે કામલીલા આચરી તેની ચર્ચાઓ વધી રહી છે.

કામલીલા@સમીઃ તબીબ પિતા-પુત્ર દ્વારા કેટલી મહિલાઓ શિકાર બની, ચોરેચૌટે ચર્ચા
કામલીલામાં પોલીસે ઝડપેલા તબીબ પિતા-પુત્ર

જેના પગલે સમીના લોકોએ બંને પિતા-પુત્રને પકડી માથે ટકો કરાવી મારી અને પોલીસને હવાલે કર્યા હતા. મામલો વધુ બિચકે તે પહેલા જિલ્લાભરની પોલીસ સમી ખાતે ખડકી દેવામાં આવી હતી. હાલમાં બંને નરાધમ ર્ડાક્ટર પિતા-પુત્રને પોલીસે ઝડપી લીધા છે.

ડોક્ટર મહેન્દ્ર મોદી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવે છે. દવાખાને આવતી મહિલાઓ સાથે ચેકઅપના બહાને સેકસ આચરાતું હતું. આ વીડિયો શનિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ હોસ્પિટલ જઈ લંપટ પિતા-પુત્રને માર માર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, દુષ્કર્મની કામલીલામાં બાપ-દીકરો બન્ને સાથે મળી મહિલાઓને ભોળવી શિકાર બનાવતા હતા.

કામલીલા@સમીઃ તબીબ પિતા-પુત્ર દ્વારા કેટલી મહિલાઓ શિકાર બની, ચોરેચૌટે ચર્ચા

સોશિયલ મીડિયામાં ડોક્ટરની હેવાનિયતના વિડિયો વાયરલ થતાં લોકો રોષે ભરાયા હતા અને દવાખાના ઉપર જઈ ડોક્ટરને માર મારી તેમના દીકરાને ટકો કરી સમી પોલીસને સોંપ્યા હતા. હેવાન બની સેક્સ આચરતા હોવાની જાણ થતાં નરાધમ ર્ડાક્ટર પિતા-પુત્ર સામે રોષની લાગણી ઉભી થઈ છે.

કામલીલા@સમીઃ તબીબ પિતા-પુત્ર દ્વારા કેટલી મહિલાઓ શિકાર બની, ચોરેચૌટે ચર્ચા

ઘટનાને પગલે સમી પોલીસ સ્ટેશન બહાર લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે મોટા પ્રમાણમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર મોદી મહેસાણા ખાતે રહેતો હતો અને દર શનિવાર, રવિવાર સમી ખાતેના દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો લંપટ પુત્ર કિશન દવાખાનું ચલાવતો હતો.

પુત્ર ડીગ્રી વિના ર્ડાક્ટર બની બેઠો

મહેન્દ્ર મોદીના પુત્ર કિશન મોદી પાસે કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી ન હોવાછતાં દવાખાનું ચલાવતો હતો. સારવારના નામે મહિલાઓ સાથે કામલીલા આચરતો રહ્યો. સ્થાનિક ભોળી મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવાના પિતા-પુત્રના કારનામા બહાર આવતા લોકોમાં ગુસ્સો વધી ગયો છે.

મહિલા આયોગે રિપોર્ટ મંગાવ્યો

મળતી માહિતી પ્રમાણે સમીમાં તબીબ પિતા-પુત્રની હેવાનીયતનો વિડીયો સામે આવતાં મહિલા આયોગ હરકતમાં આવી ગયું હતું. અને સમગ્ર મામલે પાટણ એસ.પી. શોભા ભુતડા પાસે તપાસનો અહેવાલ માંગી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

4 મહિલાઓને પુછપરછ માટે બોલાવાઈ

સમી કામલીલાની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સારવારના નામે લાજ લેતા પિતા-પુત્ર સામે મજબૂત કાયદાનો ગાળીયો કસવા જિલ્લા પોલીસે તાબડતોડ કાર્યવાહી હાથ ધરી દીધી છે. 4 મહિલાઓને પુછપરછ માટે પોલીસ મથકે બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અશ્લીલતા દાખવનાર તબીબ પિતા-પુત્ર સામે સબૂતો એકઠા કરવામાં આવી રહ્યા છે.