હાઈકોર્ટમાં કંગનાની જીત: BMCએ ખોટા ઈરાદાથી ઓફિસ તોડી, મળશે વળતર

અટલ સમાચાર, ડેસ્ક સપ્ટેમ્બરમાં બીએમસીએ કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસમાં તોડફોડ કરી હતી. કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં બીએમસી વિરુદ્ધ અરજી કરી અને વળતરની માગ કરી હતી. હવે કોર્ટે આ મામલામાં કંગનાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે બીએમસીએ ખરાબ નીયતથી આ પગલું ભર્યું છે અને કંગનાની ઓફિસને ખરાબ ઇરાદાથી બરબાદ કરવામાં આવી છે. કોર્ટે
 
હાઈકોર્ટમાં કંગનાની જીત: BMCએ ખોટા ઈરાદાથી ઓફિસ તોડી, મળશે વળતર

અટલ સમાચાર, ડેસ્ક

સપ્ટેમ્બરમાં બીએમસીએ કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસમાં તોડફોડ કરી હતી. કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં બીએમસી વિરુદ્ધ અરજી કરી અને વળતરની માગ કરી હતી. હવે કોર્ટે આ મામલામાં કંગનાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે બીએમસીએ ખરાબ નીયતથી આ પગલું ભર્યું છે અને કંગનાની ઓફિસને ખરાબ ઇરાદાથી બરબાદ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, આ નાગરિકોના અધિકારની વિરુદ્ધ હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કંગના રનૌતની મુંબઈ ઓફિસ તોડવા પર બોમ્બે હાઈકોર્ટે બીએમસી વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, બીએમસીએ ખરાબ નીયતથી પગાલ ભર્યા છે. હવે બીએમસીએ કંગનાને વળતર આપવું પડશે. કંગનાએ કોર્ટના ચુકાદા પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. કંગનાને કેટલું વળતર આપવામાં આવે તે માટે કોર્ટે એક વેલ્યુઅરની નિમણૂંક કરી છે. તે નુકસાનનું અનુમાન લગાવશે અને રકમ નક્કી કરશે. કંપનીએ ટ્વીટ કરીને ચુકાદાનું સ્વાગત કર્યું છે.