કાંકરેજઃ ભીડ ભંજન હનુમાનજી મહારાજની તિથી પર્વની ઉજવણી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિર પરિસરમાં હોમ હવન યોજાયો હતો. અને ભોજન પ્રસાદ લઈ સૌ લોકોએ ધન્યતા અનુભવી હતી. મંદિરના મહંત રાજુગીરી ગૌસ્વામી તેમજ રાધા કૃષ્ણ મંદિરના પૂજારી જલારામ જોષી, હવનના મુખ્ય મહેમાન તરીકે ધનુભા બનેસિહ વાઘેલા અને રાજેન્દ્રસિંહ વાઘેલાએ હવનમાં હાજરી આપી હતી.
 
કાંકરેજઃ ભીડ ભંજન હનુમાનજી મહારાજની તિથી પર્વની ઉજવણી

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિર પરિસરમાં હોમ હવન યોજાયો હતો. અને ભોજન પ્રસાદ લઈ સૌ લોકોએ ધન્યતા અનુભવી હતી. મંદિરના મહંત રાજુગીરી ગૌસ્વામી તેમજ રાધા કૃષ્ણ મંદિરના પૂજારી જલારામ જોષી, હવનના મુખ્ય મહેમાન તરીકે ધનુભા બનેસિહ વાઘેલા અને રાજેન્દ્રસિંહ વાઘેલાએ હવનમાં હાજરી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢના હનુમાનજી મંદિર પરિસરમાં હોમ હવનના મંત્રોચાર કરવા પંડિત જયંતીલાલ વેદિયા, દિનેશ વેદિયા, સુરેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યા હતા. આ પવિત્ર કાર્યક્રમમાં સરપંચ ગાંડાજી વાઘેલા, પૂર્વ સરપંચ વિજુભા વાઘેલા અને જય અંબે મંડપ ડેકોરેશનના દાતા ભીખુભા દરબાર સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

કાંકરેજઃ ભીડ ભંજન હનુમાનજી મહારાજની તિથી પર્વની ઉજવણી

હનુમાનજી મહારાજની તિથી પર્વની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ દિનેશભાઈ ઠક્કરએ ખાસ હાજરી આપી હતી અને દર્શન કર્યા હતા. રાત્રે લોક સાહિત્ય ડાયરાનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આકોલી વાઘેલા પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમને દિપાવવા ખૂબ સહકાર સાથે આયોજન કરવામાં આવ્યું હતું.