કાંકરેજ: અરણીવાડા અને રતનપુરા(શિહોરી) સરપંચની પેટાચૂંટણીના પરિણામ જાહેર

અટલ સમાચાર,કાંકરેજ( રામજી રાયગોર) બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા અને રતનપુરા(શિહોરી)ના સરપંચની પેટા ચૂંટણી તા.16/6/2019ના રોજ યોજાઇ હતી. જેનું કાંકરેજ મામલતદાર કચેરી ખાતે તા.18/6/2019 ના મતગણતરી રાખવામાં આવેલ હતી. જેમાં અરણીવાડા ગ્રામ પંચાયતના કુલ મતદારો-1870 જેમાંથી 990 મતદારોએ મતદાન કર્યું હતું. અરણીવાડામાં ઉમેદવાર વિક્રમસિંહ બાલાજી સોલંકીને 438 મત મળ્યા હતા જ્યારે ઉમેદવાર ભેમસિંહ બાબુસિંહ સોલંકીને
 
કાંકરેજ: અરણીવાડા અને રતનપુરા(શિહોરી) સરપંચની પેટાચૂંટણીના પરિણામ જાહેર

અટલ સમાચાર,કાંકરેજ( રામજી રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા અને રતનપુરા(શિહોરી)ના સરપંચની પેટા ચૂંટણી તા.16/6/2019ના રોજ યોજાઇ હતી. જેનું કાંકરેજ મામલતદાર કચેરી ખાતે તા.18/6/2019 ના મતગણતરી રાખવામાં આવેલ હતી. જેમાં અરણીવાડા ગ્રામ પંચાયતના કુલ મતદારો-1870 જેમાંથી 990 મતદારોએ મતદાન કર્યું હતું.

અરણીવાડામાં ઉમેદવાર વિક્રમસિંહ બાલાજી સોલંકીને 438 મત મળ્યા હતા જ્યારે ઉમેદવાર ભેમસિંહ બાબુસિંહ સોલંકીને 530 મત મળ્યા હતા, અને નોટોમાં 22 મત પડ્યા હતા. એમ કુલ 990 મત મતદાન મથકમાં નોંધાયેલ જેમાં વધુ મત ભેમસિંહ બાબુસિંહને મળતાં સરપંચ જીતેલા જાહેર કરવામાં આવ્યા હતા.

કાંકરેજના રતનપુરા(શિહોરી)ના ઉમેદવાર જ્યોત્સનાબેન વિક્રમજી ગોહિલને -513 મત અને તારાબેન વિનોદજી વાઘેલાને 642 મત મળ્યા હતા અને નોટામાં-7 મત પડયા હતા. કુલ મતદાન રતનપુરા (શિહોરી) ગ્રામ પંચાયતનુ કુલ-1301 જેમાંથી-1162નું મતદાન થયેલ હતું. જેની ગણતરી થતા ઉમેદવાર તારાબેન વિનોદજી વાઘેલા સરપંચ તરીકે ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા.

કાંકરેજ તાલુકાની બન્ને ગ્રામપચાયત ચૂંટણીના પરિણામ ચૂંટણી અધિકારી એ.સી. સુથાર અધ્યક્ષતામાં મતગણતરી કરવામાં આવી હતી અને શિહોરી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાંતિ પૂર્ણ રીતે મત ગણતરી પુરી થઈ હતી.