આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલ ઉંબરી ગામે પોતાના ખેતરમાં એરંડાની આડમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી કરતા શખ્સની શિહોરી પોલીસે અટકાયત કરી છે.

કાંકરેજના ઉંબરીમાં શનિવારે શિહોરી પોલીસને બાતમી મળી હતી કે, એક શખ્સ પોતાના ખેતરમાં એરંડાની આડમાં ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરે છે. બાતમીને આધારે શિહોરી C.P.I. વાય.એમ.મિસરા, શિહોરી P.S.I પી.જે.જેઠવા અને શિહોરી પોલીસ સ્ટાફ સાથે ઉંબરી ગામે સુમરસિંહ ગોદરસિંહ વાઘેલા ના ભોગવટાના ખેતરમાં એરંડાના છોડની આડ માં ગાંજાના છોડનું વાવેતર કરતા હોવાનછ પોલીસ દ્રારા તપાસ કરતા એરંડાના છો ની અંદર ૬ કિલો ૬૦૦ ગ્રામ ગાંજા નો છોડ મળી આવ્યો હતો. જેની કિંમત ૩૯,૬૦૦ થાય છે. શિહોરી પોલીસે આરોપી સહિત મુદ્દામાલ પોલીસ સ્ટેશન લાવી ગુના નં-૧૫/૧૯ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ ૨૦(A),૨૦(B) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ એસ.ઓ.જી. P.I. પાલનપુર એસ.એ.ડાભી ચલાવી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code