કાંકરેજ: ઉંબરી ખાતે બનાસનદીમાં નર્મદા નીરના વધામણા કરાયા

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર) કાંકરેજ તાલુકાના ઉંબરી ખાતે બનાસનદીમાં પાણીના વધામણા કરતા કાંકરેજ વિસ્તારના ખેડુતોમાં ખુશીનો માહોલ જોવામા મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા, તેજાભાઇ દેસાઇ પ્રમુખ તાલુકા પંચાયત, ભારતસિંહ ભટ્ટેચરીયા મહામંત્રી બીજેપી, ઇસુભા વાઘેલા, ડાહ્યાભાઇ પીલીયાતર સહીતના રાજકીય નેતાઓ હાજર રહયા હતા. બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી પાસેથી બનાસનદીમાં નર્મદાનું પાણી નાંખવામાં આવ્યુ
 
કાંકરેજ: ઉંબરી ખાતે બનાસનદીમાં નર્મદા નીરના વધામણા કરાયા

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના ઉંબરી ખાતે બનાસનદીમાં પાણીના વધામણા કરતા કાંકરેજ વિસ્તારના ખેડુતોમાં ખુશીનો માહોલ જોવામા મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલા, તેજાભાઇ દેસાઇ પ્રમુખ તાલુકા પંચાયત, ભારતસિંહ ભટ્ટેચરીયા મહામંત્રી બીજેપી, ઇસુભા વાઘેલા, ડાહ્યાભાઇ પીલીયાતર સહીતના રાજકીય નેતાઓ હાજર રહયા હતા.

કાંકરેજ: ઉંબરી ખાતે બનાસનદીમાં નર્મદા નીરના વધામણા કરાયા

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના ઉંબરી પાસેથી બનાસનદીમાં નર્મદાનું પાણી નાંખવામાં આવ્યુ હતુ. ગુરૂવારે તાલુકામાથી મોટી સંખ્યામા ખેડુતો અને લોકો ઉપસ્થિત રહીને નર્મદાના વધામણા કર્યા હતા. આ પ્રસંગે કિર્તિસિંહ વાઘેલા, તેજાભાઇ દેસાઇ પ્રમુખ તાલુકા પંચાયત, ભારતસિંહ ભટ્ટેચરીયા મહામંત્રી બીજેપી બનાસકાંઠા, ઇસુભા વાઘેલા, ડાહ્યાભાઇ પીલીયાતર સહીતના રાજકીય નેતાઓ દ્રારા પાણીના વધામણા કરવામા આવ્યા હતા.

કાંકરેજ વિસ્તારના ખેડુતોમાં નર્મદા નીરના વધામણા કરાતા હર્ષની લાગણી જોવા મળી હતી. ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, હાલના સમયમાં કાંકરેજ તાલુંકાના ખેડુતો પાણી માટે ખુબજ ચિંતિત છે. ત્યારે અત્યારેની ભાજપ સરકાર ખેડુતો અને ગરીબોની સરકાર છે. અને ખેડુતોના પ્રશ્રો હલ કરવા અંગે સરકારનો મુખ્ય ધ્યેય છે.