કાંકરેજ: પંચાયતની બેદરકારીથી ગાય કુવામાં ખાબકી, ગૌ ભક્તો આક્રમક

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) કાંકરેજ તાલુકાના શિહોરી પોસ્ટ ઓફિસની પાછળના ભાગે 10 ફૂટના ખાળકુવામાં ગાય પડી ગઇ હતી. ગૌ પ્રેમીઓને જાણ થતાં તાત્કાલિક પોસ્ટ ઓફિસે દોડી આવ્યા હતા. ભારે જહેમતથી ગૌ પ્રેમીઓએ ગાયને કોઈ ઇજા વગર હેમખેમ બચાવી લીધી હતી. બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલી પોસ્ટ ઓફીસના પાછળના ભાગે બુધવારે એક ગાય
 
કાંકરેજ: પંચાયતની બેદરકારીથી ગાય કુવામાં ખાબકી, ગૌ ભક્તો આક્રમક

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના શિહોરી પોસ્ટ ઓફિસની પાછળના ભાગે 10 ફૂટના ખાળકુવામાં ગાય પડી ગઇ હતી. ગૌ પ્રેમીઓને જાણ થતાં તાત્કાલિક પોસ્ટ ઓફિસે દોડી આવ્યા હતા. ભારે જહેમતથી ગૌ પ્રેમીઓએ ગાયને કોઈ ઇજા વગર હેમખેમ બચાવી લીધી હતી.

કાંકરેજ: પંચાયતની બેદરકારીથી ગાય કુવામાં ખાબકી, ગૌ ભક્તો આક્રમક

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલી પોસ્ટ ઓફીસના પાછળના ભાગે બુધવારે એક ગાય ખાળકુવામાં ખાબકી હતી. શિહોરી પોસ્ટ ઓફિસના પાછળના ભાગે 10 ફૂટ જેટલો ખાળકૂવો બનાવેલ છે. તેના માથે ઢાકણ, બે પાઇપ ઉપર પથ્થરો પાથરેલ હતા. જેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ખાળકૂવો પોલાણ હોવાથી ગાય ખાબકી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.

કાંકરેજ: પંચાયતની બેદરકારીથી ગાય કુવામાં ખાબકી, ગૌ ભક્તો આક્રમક

સમગ્ર બનાવની જાણ પોસ્ટ ઓફિસને થતા તાત્કાલિક શિહોરી ગૌ પ્રેમીઓને જાણ કરતા તાત્કાલિક ગૌ પ્રેમીઓ પોસ્ટ ઓફિસે આવી ગાયને ખાળકુવાની બહાર કાઢવા માટે કામે લાગી ગયા હતા. બે કલાક મહેનત કરી ગાયને કોઈ ઇજા વગર હેમખેમ 10 ફૂટ ખાળ કુવાની બહાર કાઢવામાં આવી હતી.