કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેની માતાએ કહ્યું, ‘પકડી લો તો મારી જ નાખજો’

અટલ સમાચાર, ડેસ્ક કાનપુરના આઠ પોલીસકર્મીની હત્યાના આરોપી વિકાસ દુબેની માતાએ ચોંકવનારું નિવેદન આપ્યું છે. દુબેની માતાએ કહ્યુ છે કે વિકાસ દુબેએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દેવું જોઇએ. જો તે ભાગતો ફરશે તો પોલીસ કોઈ દિવસ તેનું એન્કાઉન્ટર કરી નાખશે. સાથે જ વિકાસ દુબેની માતા સરલા દેવી એ કહ્યું કે જો પોલીસ તેની ધરપકડ કરી
 
કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેની માતાએ કહ્યું, ‘પકડી લો તો મારી જ નાખજો’

અટલ સમાચાર, ડેસ્ક

કાનપુરના આઠ પોલીસકર્મીની હત્યાના આરોપી વિકાસ દુબેની માતાએ ચોંકવનારું નિવેદન આપ્યું છે. દુબેની માતાએ કહ્યુ છે કે વિકાસ દુબેએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દેવું જોઇએ. જો તે ભાગતો ફરશે તો પોલીસ કોઈ દિવસ તેનું એન્કાઉન્ટર કરી નાખશે. સાથે જ વિકાસ દુબેની માતા સરલા દેવી એ કહ્યું કે જો પોલીસ તેની ધરપકડ કરી લે છે તો તેને મારી નાખવો જોઈએ, કારણ કે તેણે જે કર્યું છે તે ખૂબ જ ખોટું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર પ્રદેશના ડીજીપીનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે આ પૂર્વયોજિત કાવતરું હતું. હાલમાં ફૉરેન્સિક ટીમ પુરાવા એકત્રિત કરી રહી છે. બહુ ઝડપથી ઘટના અંગે ખુલાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે. બહુ ઝડપથી તેમની ધરપકડ કરી લેવામાં આવશે. માલુમ પડ્યું છે કે પોલીસ પર હુમલો કર્યા બાદ બદમાશોએ પોલીસના હથિયારો પણ લૂંટી લીધા હતા. જેમાં એકે-47, એક ઇન્સાસ રાઇફલ અને બે પિસ્ટલ સામેલ છે.

શું હતો મામલો?

નોંધનીય છે કે ચોબેપુર થાણા ક્ષેત્રમાં વિકરુ ગામ ખાતે દરોડાં માટે પહોંચેલી પોલીસ ટીમ પર બદમાશોએ તાબડતોબ ગોળીઓ વરસાવી હતી. જેમાં બિલ્હોરના સીઓ સહિત આઠ પોલીસકર્મી શહીદ થઈ ગયા હતા. જ્યારે એસઓ બિઠૂર સહિત છ પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ગામમાં પોલીસકર્મીઓ પર બદમાશોએ એકે-47થી ફાયરિંગ કર્યું હતું. આ મામલે ડીજીપીએ જણાવ્યું કે, અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે પ્રમાણે બદમાશાએ સૉફિસ્ટિકેટેડ વેપનનો ઉપયોગ કર્યો હતો.