કાનપુર હત્યાકાંડ@એક્સનમાં પોલીસઃ ગેંગસ્ટર વિકાસ દૂબેનો અંગત અમર દૂબે ઠાર મરાયો, શ્યામુ ઘાયલ

અટલ સમાચાર. ડેસ્ક કાનપુરનાં ચૌબેપુર ખાતે બિકરું ગામમાં તાજેતરમાં ૮ પોલીસ કર્મીની ચકચારી હત્યા કેસમાં ગેંગસ્ટર વિકાસ દુબે હજી પોલીસ પકડથી દૂર છે. વિકાસ સાથે નિકટનું સગપણ ધરાવતી વહુ સહિત ત્રણને પકડવામાં આવ્યા છે. પકડવામાં આવેલા ત્રણના નામ સુરેશ વર્મા, ક્ષમા દુબે અને રેખા અગ્નિહોત્રી છે. કાનપૂર હત્યાકાંડના માસ્ટર માઉન્ડ વિકાસ દુબેનો અંગત ગણાતો અમર
 
કાનપુર હત્યાકાંડ@એક્સનમાં પોલીસઃ ગેંગસ્ટર વિકાસ દૂબેનો અંગત અમર દૂબે ઠાર મરાયો, શ્યામુ ઘાયલ

અટલ સમાચાર. ડેસ્ક

કાનપુરનાં ચૌબેપુર ખાતે બિકરું ગામમાં તાજેતરમાં ૮ પોલીસ કર્મીની ચકચારી હત્યા કેસમાં ગેંગસ્ટર વિકાસ દુબે હજી પોલીસ પકડથી દૂર છે. વિકાસ સાથે નિકટનું સગપણ ધરાવતી વહુ સહિત ત્રણને પકડવામાં આવ્યા છે. પકડવામાં આવેલા ત્રણના નામ સુરેશ વર્મા, ક્ષમા દુબે અને રેખા અગ્નિહોત્રી છે. કાનપૂર હત્યાકાંડના માસ્ટર માઉન્ડ વિકાસ દુબેનો અંગત ગણાતો અમર દુબેને બુધવારે પોલીસે પશ્ચિમ યુપીના હમીરપુરમાં ઠાર માર્યો છે.સવારે અમર દુબેની એસટીએફ ટીમ સાથે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં અમર દુબેનું એન્કાઉન્ટર થયું છે. અમર દુબેના એન્કાઉન્ટર બાદ પોલીસ દ્વારા કાનપુરમાં શ્યામુ બાજપાઈનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. શ્યામુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે.  વિકાસ દૂબે પર પોલીસે પાંચ લાખનું ઇનામ પણ જાહેર કર્યુ છે.

કાનપુર હત્યાકાંડ@એક્સનમાં પોલીસઃ ગેંગસ્ટર વિકાસ દૂબેનો અંગત અમર દૂબે ઠાર મરાયો, શ્યામુ ઘાયલ

પોલીસ મુજબ અમર દુબે વિકાસ દુબે સાથે કાનપુરના બિકરું ગામમાં થયેલ શુટઆઉટમાં શામેલ હતો. અમરે વિકાસ અને તેના સાથીદારો સાથે મળી પોલીસ ટીમ પર જબરદસ્ત ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 8 પોલીસકર્મી શહીદ થયા હતા. 2 જુલાઈની રાત્રે જ્યારે વિકાસ દુબેના ઘરે પોલીસ દરોડા પાડવા ગઈ ત્યારે અમર દુબે પણ ત્યાં હાજર હતો. પોલીસ પર ફાયરિંગ કરવા અને તેમની હત્યા કરવામાં અમર શામેલ હતો. આ ઘટના બાદ અમર વિકાસ સાથે ભાગી ગયો હતો. અમર વિકાસના સૌથી અંગત અને વિશ્વાસુ સાથીઓમાંથી એક હતો.  વિકાસની શોધ માટે વેસ્ટ યુપી અને બુંદેલખંડના અમુક વિસ્તારોમાં એસટીએફ ટીમોની તૈનાતી કરી છે. આ સિવાય દિલ્હી અને હરિયાણાની દરેક એવી કોર્ટ પર નજર રાખવામાં આવી રહી છે જ્યાં વિકાસ દુબેના સરેન્ડર કરવાની શંકા છે.

નોકરાણી રેખાએ દુબેના સાગરીતોને આપી હતી પોલીસની માહિતી

દુબે સાથે નિકટનું સગપણ ધરાવતી ક્ષમા દુબેની આ ઘટનામાં સક્રિય ભૂમિકા હતી. સુરેશ વર્મા પોલીસ છુપાયાની બાતમી આપતો હતો તેમજ બદમાશોને પ્રોત્સાહન આપતો હતો. ઘરની નોકરાણી રેખા જેણે પોલીસ આવ્યાની જાણ દુબેના સાગરીતોને કરી હતી. બીજી તરફ વિકાસ દુબેની પત્ની ઋચા દુબે સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે સાઠગાંઠ ધરાવતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

વિકાસની પત્ની ઋચા મોબાઈલ પર એન્કાઉન્ટર લાઈવ જોતી હતી

કાનપુર હત્યાકાંડમાં દરરોજ નવી વિગતો બહાર આવે છે. પોલીસનાં દરોડા વખતે વિકાસની પત્ની ઋચા મોબાઈલ પર એન્કાઉન્ટર લાઈવ જોતી હોવાનું બહાર આવ્યું છે. જો કે આ ઘટના પછી તે પોતાનાં પુત્રને લઈને ગામમાંથી ફરાર થઈ ગઈ છે. હવે પોલીસ ઋચા દુબેની શોધ ચલાવી રહી છે. એવું માનવામાં આવે છે કે વિકાસનાં ઘરની સીસીટીવીનું ડીવીઆર ઋચા પાસે છે.