કાંકરેજઃ શિહોરીમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી

ભગવાન રાયગોર, અટલ સમાચાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ખેતીના જનક અને ભૂદેવોના આરાધ્ય દેવતા એવા ભગવાન પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ સહીત તેનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણ વાસ બ્રહ્માણી માતાજી ના મંદિરથી પરશુરામ ભગવાનની આરતી અને પૂજન કરી મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ,
 
કાંકરેજઃ શિહોરીમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી

ભગવાન રાયગોર, અટલ સમાચાર

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ખેતીના જનક અને ભૂદેવોના આરાધ્ય દેવતા એવા ભગવાન પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

કાંકરેજઃ શિહોરીમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી

આ શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ સહીત તેનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણ વાસ બ્રહ્માણી માતાજી ના મંદિરથી પરશુરામ ભગવાનની આરતી અને પૂજન કરી મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ, ચાર રસ્તા દિયોદર નાળું, આનંદ વાડી થઈ નિજ બ્રહ્માણી માતાના મંદિર પરત ફરી હતી. શોભાયાત્રામાં વેદ ટેબ્લોમાં નાના બાળકોએ સાંસ્કૃતિક વેશભૂષા કરી તેમજ શાંતિભાઈ જોષીએ ભગવાન પરશુરામની વેશભૂષા ધારણ કરી હતી. સુશોભિત રથમાં ભગવાન પરશુરામની પ્રતિકૃતિ વિધિવત રીતે સ્થાપિત કરાઇ હતી. શોભાયાત્રામાં કાંકરેજ તાલુકાના બ્રહ્મ સમાજના વડીલો આગેવાનો તેમજ યુવાનો ખુબ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ શોભાયાત્રામાં કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા, બનાસકાંઠા ઠાકોર સેનાના પ્રમુખ ડી.ડી. જાલેરા, સાંતુંભા ડાભી, ચેહુજી ડાભી હાજર રહ્યા હતા.