કારગીલ વિજય દિનઃ આંતરરાષ્ટ્રીય સીમા પર BSF દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) ભારત-પાકિસ્તાન જીરો પોઇન્ટ બોર્ડર પર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો ભારત-પાકિસ્તાનના કારગિલ યુદ્ધમાં ભારતે વિજય હાંસલ કરી હતી તે સેનાની બહાદુરીની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે. જોકે આ યુદ્ધમાં અનેક દેશના જવાનો શહીદ થયા હતા તેમની યાદગીરીરૂપે જવાનોએ કાર્યક્રમ યોજ્યો હતો. બીએસએફ દ્વારા કારગિલ વિજય તેમજ શહીદ થયેલા જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા
 
કારગીલ વિજય દિનઃ આંતરરાષ્ટ્રીય સીમા પર BSF દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

ભારત-પાકિસ્તાન જીરો પોઇન્ટ બોર્ડર પર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

કારગીલ વિજય દિનઃ આંતરરાષ્ટ્રીય સીમા પર BSF દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

ભારત-પાકિસ્તાનના કારગિલ યુદ્ધમાં ભારતે વિજય હાંસલ કરી હતી તે સેનાની બહાદુરીની ભારતભરમાં ઉજવણી થઈ રહી છે. જોકે આ યુદ્ધમાં અનેક દેશના જવાનો શહીદ થયા હતા તેમની યાદગીરીરૂપે જવાનોએ કાર્યક્રમ યોજ્યો હતો. બીએસએફ દ્વારા કારગિલ વિજય તેમજ શહીદ થયેલા જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા વિવિધ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. ગત શનિવારના રોજ સુઇગામ ઝીરો પોઇન્ટ બોર્ડર પર સહિત જવાનોની યાદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સંદીપ સાંગલે તેમજ તેમના ધર્મપત્ની ઉપસ્થિત રહ્યા હતા. બીએસએફના ઉચ્ચ અધિકારી એન.એસ સોઢા સહિત પારસ રામ અને મોટી સંખ્યામાં બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી

બી.એસ.એફ દ્વારા આંતરરાષ્ટ્રીય સીમા પર સાઇકલ રેલી અને મેડિકલ કેમ્પ યોજાયો, 21 થી 27 જુલાઈ સુધી કાર્યક્રમો યોજાશે

કારગીલ વિજય દિનઃ આંતરરાષ્ટ્રીય સીમા પર BSF દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

કારગિલ યુદ્ધમાં દેશના શહીદ જવાનોની યાદમાં તથા કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે બી.એસ.એફ દ્વારા નડેશ્વરી માતાજીના મંદિર (નડાબેટ) બી.ઓ.પી.થી આંતરરાષ્ટ્રીય સીમા પર સ્થિત અંબાજી માતાજીના મંદિર સુધી રવિવારે વહેલી સવારે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ સાઇકલ રેલીમાં 63 અને 109 બટાલીયનના બી.એસ.એફ જવાનો અને અધિકારીઓ સાથે દાંતીવાડા કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ,ડીસાના ઇન્ડિયન મેડિકલ એસોસિયનના ડોક્ટરો જોડાઈ દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. ઉપરાંત સુઇગામ બી.ઓ.પી.ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં 109 બટાલીયન બી.એસ.એફના કમાન્ડન્ટ એ.કે.તિવારી સહિત 50 જવાનો અને અન્ય લોકોએ મેડિકલ ચેકઅપ કરાવી સારવાર લીધી હતી. હજુ 21 થી 27 જુલાઈ સુધી બી.એસ.એફ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે તેવું બી.એસ.એફના અધિકારીએ જણાવ્યું હતું.