કરૂણ@કચ્છઃ પ્રેમ સામે પરિવારનો ક્રોધાગ્નિ, દિકરીનું ગળું દબાવી લટકાવી

અટલ સમાચાર, ડેસ્ક ગાંધીધામમાં 28મી તારીખે એક યુવતીની આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી હતી. જે કેસમાં આજે નવો જ વળાંક આવ્યો છે. યુવતીનાં મૃતદેહનાં મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આ યુવતીએ આપઘાત નહીં પરંતુ તેના જ માતા, પિતા અને ભાઇએ તેને મારી નાંખીને ગળે ફાંસો ખાધો હોય તેમ લટકાવી દીધી હતી. અટલ સમાચાર
 
કરૂણ@કચ્છઃ પ્રેમ સામે પરિવારનો ક્રોધાગ્નિ, દિકરીનું ગળું દબાવી લટકાવી

અટલ સમાચાર, ડેસ્ક

ગાંધીધામમાં 28મી તારીખે એક યુવતીની આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી હતી. જે કેસમાં આજે નવો જ વળાંક આવ્યો છે. યુવતીનાં મૃતદેહનાં મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, આ યુવતીએ આપઘાત નહીં પરંતુ તેના જ માતા, પિતા અને ભાઇએ તેને મારી નાંખીને ગળે ફાંસો ખાધો હોય તેમ લટકાવી દીધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છના ગાંધીઘામમાં એક યુવતીને અન્ય સમાજનાં યુવક સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીનાં માતા, પિતા અને ભાઇને આ સંબંધ પસંદ ન હતો. પરંતુ યુવતી તેની સાથે જ લગ્ન કરવા માંગતી હતી. જેથી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મહત્વનું છે કે, 28મી તારીખે યુવતીનાં આપધાતની વાત પ્રકાશમાં આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે જ્યારે છોકરીનો મૃતદેહ જોયો ત્યારે તેના શરીર પર અનેક જગ્યાએ નખ વાગ્યાનાં અને અન્ય ઇજાનાં નિશાન હતાં. પોલીસે યુવતીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમમાં આપ્યો હતો. જેનાં રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, આ યુવતીનું મોત ગળે ફાંસો ખાવાને કારણે નહીં પરંતુ ગળુ દબાવવાને કારણે મોત નીપજ્યું છે. જેથી પોલીસે યુવતીનાં માતા, પિતા અને ભાઇની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં આ લોકોએ માની લીધું હતું કે, તેમણે જ દીકરીનાં પ્રેમ પ્રકરણનાં કારણે તેને મારી નાંખીને લટકાવી દીધી હતી.