ખળભળાટ@હારિજ: પેઢીમાં 4 વ્યક્તિને ડરાવી 5 લૂંટારૂઓ 7 લાખ લઇ પલાયન, જાણભેદૂ હશે?

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ હારિજની ભરચક બજારમાં મેડા ઉપર આવેલી આંગણિયા પેઢીમાંથી શુક્રવારે સાંજે 7 લાખની સનસનાટીભરી લૂંટ અનેક સવાલો ઉભા કરી રહી છે. પી.એમ આંગણિયા પેઢીનો હિસાબ લઈને મહેતાજી સહિતનાં કર્મચારીઓ ઓફિસ વધાવાની તૈયારીમાં હતા. આ દરમિયાન 7 લાખની રોકડ ભરેલો થેલો ટેબલ પર મૂકી મહેતાજી અને 2 કર્મચારીઓ આસપાસ હતા. તેવામાં એક
 
ખળભળાટ@હારિજ: પેઢીમાં 4 વ્યક્તિને ડરાવી 5 લૂંટારૂઓ 7 લાખ લઇ પલાયન, જાણભેદૂ હશે?

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

હારિજની ભરચક બજારમાં મેડા ઉપર આવેલી આંગણિયા પેઢીમાંથી શુક્રવારે સાંજે 7 લાખની સનસનાટીભરી લૂંટ અનેક સવાલો ઉભા કરી રહી છે. પી.એમ આંગણિયા પેઢીનો હિસાબ લઈને મહેતાજી સહિતનાં કર્મચારીઓ ઓફિસ વધાવાની તૈયારીમાં હતા. આ દરમિયાન 7 લાખની રોકડ ભરેલો થેલો ટેબલ પર મૂકી મહેતાજી અને 2 કર્મચારીઓ આસપાસ હતા. તેવામાં એક કર્મચારીએ ઓફિસનો દરવાજો ખોલતાં જ 2 ઈસમો અચાનક ઘૂસી ગયા અને પછી 3 ઈસમો આવી ચડ્યા હતા. કંઈ સૂઝે તે પહેલાં જ બંદૂક બતાવી કર્મચારી સાથે લાપોટ ઝાપોટ શરૂ કરી દીધી હતી. આ પછી ગણતરીની સેકન્ડોમાં ટેબલ પર દેખાતો 7 લાખ ભરેલો થેલો લઈ પલાયન થઈ ગયા હતા. સમગ્ર ઘટનાક્રમ એવી રીતે બન્યો કે જાણે લૂંટારૂઓને પહેલાંથી કોઈ જાણકારી મળી હોય કે રેકી કરી પણ હોઈ શકે. લૂંટની ઘટનાને પગલે 5 અજાણ્યા ઈસમો વિરુદ્ધ હારિજ પોલીસ મથકે અશ્વિન ઠક્કર નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે.

ખળભળાટ@હારિજ: પેઢીમાં 4 વ્યક્તિને ડરાવી 5 લૂંટારૂઓ 7 લાખ લઇ પલાયન, જાણભેદૂ હશે?

પાટણ જિલ્લાના હારિજ શહેરમાં લોકોની અવરજવર વચ્ચે 7 લાખની લૂંટ થઈ જતાં ચકચાર મચી ગઇ છે. મેઈન બજારના ડેલામાં પી.એમ એન્ટરપ્રાઇઝ નામની આંગણિયા પેઢી આવેલી જેનું છેલ્લા 10 વર્ષથી સંચાલન અશ્વિન કનૈયાલાલ ઠક્કર નામના વેપારી કરે છે. ગઈકાલે સાંજે મહેતાજી અશ્વિન ઠક્કર અને તેમની પેઢીમાં કામ કરતાં લલિત ઠક્કર અને ગિરીશ ઠક્કર ઓફિસમાં હતા. આ સાથે તેમના મિત્ર મોહિત ઠક્કર પણ આવીને બેઠાં હતા. સાંજના 7 વાગતાં ઓફિસનો હિસાબ કરી 7 લાખની રોકડ થેલામાં ભરી નિકળવાની તૈયારીમાં હતા. આ દરમ્યાન અશ્વિન ઠક્કર અને બે કર્મચારી ગિરીશ ઠક્કર અને લલિત ઠક્કર સહિતના 7 લાખ રોકડ ભરેલા થેલાની આજુબાજુ જ હતા. આ સમયે અશ્વિન ઠક્કરના મિત્ર મોહિત ઠક્કરે ઓફિસનો દરવાજો ખોલતાં જ 2 ઈસમો ધક્કો મારી અંદર ઘૂસી જઇને એક ઈસમે બંદૂક બતાવી હતી. આ પછી તુરંત બીજા 3 ઈસમો આવી ચડીને લલિત તેમજ મોહિત ઠક્કર સાથે ધોલ ઝાપોટ કરી જોતજોતામાં 7 લાખ રૂપિયા ભરેલો થેલો લઈ નાસી ગયા હતા. બંદૂકના ડરથી પેઢીના 3 સહિત 4 વ્યક્તિઓ લૂંટને જોઈ રહેવા મજબૂર બન્યા હતા.

ખળભળાટ@હારિજ: પેઢીમાં 4 વ્યક્તિને ડરાવી 5 લૂંટારૂઓ 7 લાખ લઇ પલાયન, જાણભેદૂ હશે?

સૂત્રોએ જણાવ્યું હતું કે, પેઢીનો હિસાબ કરી 7 લાખ ભરેલો થેલો મૂકી બહાર નિકળે તે પહેલાં જ લૂંટ જવી તે અનેક સવાલો ઉભા કરે છે. લૂંટારાઓએ પહેલાંથી તૈયારી કરી લીધી હોય? જાણભેદૂ હોય? લૂંટ પહેલાં રેકી કરી હોય? લૂંટ માટે ચોક્કસ સમય મેળવી લીધો હોય? આ તમામ સવાલો હવે તપાસનો ભાગ બની શકે છે. હારિજની બજારમાં વેપારી અને ગ્રાહકોની ભારે ચહલપહલ વચ્ચે લૂંટારાઓ બિન્દાસ આંગણિયા પેઢીમાંથી 7 લાખ લઈ ફરાર થઇ જાય તે અત્યંત ચોંકાવનારુ બન્યું છે. હારિજ પોલીસે આંગણિયા પેઢીના અશ્વિન ઠક્કરની ફરિયાદ આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.