ખળભળાટ@મહેસાણા: સીઆઇડી ક્રાઈમે 26 લાખથી વધુનો દારૂ પકડ્યો, 3 આરોપી બન્યા, મોટું રેકેટ ખુલી શકે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા પાસે હાઇવે પર અચાનક સીઆઇ સેલ(સીઆઇડી ક્રાઈમ)ની ટીમ પહોંચી હતી. બાતમી આધારે શંકાસ્પદ ટ્રક ઉભી રખાવી તપાસ કરી હતી. જેમાં 500થી વધુ પેટીમાં ભરેલો 26 લાખથી વધુ કિંમતનો દારૂ જોવા મળ્યો હતો. છેક રાજસ્થાનથી દારૂ ભરેલી પોરબંદર જવા નીકળેલી ટ્રક મહેસાણા પાર કરતાં જ ઝડપાઇ ગઈ હતી. આ પછી
 
ખળભળાટ@મહેસાણા: સીઆઇડી ક્રાઈમે 26 લાખથી વધુનો દારૂ પકડ્યો, 3 આરોપી બન્યા, મોટું રેકેટ ખુલી શકે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા પાસે હાઇવે પર અચાનક સીઆઇ સેલ(સીઆઇડી ક્રાઈમ)ની ટીમ પહોંચી હતી. બાતમી આધારે શંકાસ્પદ ટ્રક ઉભી રખાવી તપાસ કરી હતી. જેમાં 500થી વધુ પેટીમાં ભરેલો 26 લાખથી વધુ કિંમતનો દારૂ જોવા મળ્યો હતો. છેક રાજસ્થાનથી દારૂ ભરેલી પોરબંદર જવા નીકળેલી ટ્રક મહેસાણા પાર કરતાં જ ઝડપાઇ ગઈ હતી. આ પછી ફરિયાદમાં કુલ 3 આરોપીના નામ સામે આવતાં તપાસમાં દારૂની હેરાફેરીનો મોટો ભંડાફોડ થવાની શક્યતા છે. સીઆઇડી ક્રાઈમે ટ્રક ડ્રાઈવર, રાજસ્થાનના દારૂના વેપારી અને ટ્રક મોકલનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સમગ્ર ઘટનાને પગલે રાજસ્થાનથી ગુજરાત રાજ્યની હદમાં પ્રવેશી મહેસાણા સુધીના રસ્તામાં આવતી સ્થાનિક પોલીસ સવાલોમા ઘેરાઇ છે.

ખળભળાટ@મહેસાણા: સીઆઇડી ક્રાઈમે 26 લાખથી વધુનો દારૂ પકડ્યો, 3 આરોપી બન્યા, મોટું રેકેટ ખુલી શકે

ગાંધીનગર સીઆઇડી ક્રાઈમની સીઆઇ સેલને મોટી બાતમી મળી હતી. આથી બાતમી આધારે ભંવરલાલ ઉર્ફે સુનિલ મોતારામ દરજી રાજસ્થાનવાળો અલગ અલગ વાહનોમાં દારૂ ભરીને ગુજરાત મોકલતો હોવાની જાણ થઇ હતી. આથી એક આઈસર ટ્રક રાજસ્થાનથી મહેસાણા તરફ આવતું હોવાનું ધ્યાને લઈ તાત્કાલિક તપાસ ટીમ બનાવવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ સ્ટાફની ટીમ અગાઉથી મહેસાણા -અમદાવાદ હાઇવે પર સોમનાથ હોટલ આગળ આવી ગઇ હતી. ટ્રક આવતાં જ સ્ટાફના માણસોએ ઈશારો કરી ખાલી જગ્યાએ સાઈડમાં કરાવી તપાસ શરૂ કરી હતી. જેમાં ડ્રાઇવરને નીચે ઉતારી પૂછતાં અરવિંદ જગતપાલ યાદવ (ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. તેની પ્રાથમિક પુછપરછ કરતાં ટ્રકમાં સ્પોર્ટસ ગુડ્સના પાર્સલ ભરેલાં હોવાનું કહ્યું હતું. જોકે ટ્રકના પાછળના ભાગે કન્ટેનર બનાવી સીલ કર્યું હોવાનું ધ્યાને આવતાં તેનો દરવાજો ખોલતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આથી ટ્રકનેશમહેસાણા તાલુકા સ્ટેશન ખાતે લાવી ગણતરી કરતાં વિદેશી દારૂની બોટલના 551 બોક્સ મળી આવ્યા હતા. સરેરાશ 26.69 લાખનો દારૂ જોઇ તપાસ ટીમ ચોંકી ગઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખળભળાટ@મહેસાણા: સીઆઇડી ક્રાઈમે 26 લાખથી વધુનો દારૂ પકડ્યો, 3 આરોપી બન્યા, મોટું રેકેટ ખુલી શકે

સૂત્રોએ જણાવ્યું હતું તે, ટ્રક ડ્રાઈવરની વધુ પૂછપરછ કરતાં રાજસ્થાનનો ભંવરલાલ ઉર્ફે સુનિલ દરજી ગુજરાતમાં અલગ-અલગ વાહનોમાં દારૂ મોકલતો હોવાનું જાણવા મળ્યું હતું. આ ટ્રક પણ તેની ભૂમિકા હેઠળ રાજસ્થાનનાં વિરેન્દ્રસિંહે પોરબંદર પહોંચાડવા રવાના કર્યો હતો. જોકે ટ્રક પોરબંદર પહોંચે તે પહેલાં સીઆઇડી ક્રાઈમે મહેસાણા નજીક પકડી લીધો હતો. કુલ 3 આરોપીના નામ સામે આવ્યા બાદ ગુજરાતમાં દારૂ મોકલનાર ઈસમો અને તેમની ટોળકી સહિતની વિગતો બહાર આવી શકે છે. સ્ટેટ સીઆઇડી ક્રાઈમે 26 લાખથી વધુના દારૂ સાથે સરેરાશ 38.86 લાખનો મુદ્દામાલ પકડી લેતાં ખળભળાટ મચી ગયો છે. સીઆઇડી ક્રાઈમની કાર્યવાહીને પગલે રાજસ્થાનથી મહેસાણા સુધી આવી ગયેલી ટ્રકને પકડવાની જવાબદારીમાં આવતી સ્થાનિક પોલીસ સામે સવાલો ઉભા થયા છે.