ખળભળાટ@નવસારી: મામલતદાર સહિત 4 કર્મચારી લાંચ લેતાં ઝબ્બે

અટલ સમાચાર, નવસારી લોકડાઉન દરમ્યાન નાગરિક સામે થયેલી થોકબંધ કાર્યવાહી વચ્ચે સૌથી મોટી ઘટના બની છે. લાંચ લેતાં એક બે નહિ પણ મામલતદાર સહિતના 4 કર્મચારી આબાદ ઝડપાયાં છે. પરમિટ આધારે માટીની હેરાફેરી કરતાં ઈસમ પાસેથી 90,000 ની લાંચ લેતાં આરોપી બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં આજે સૌથી વધુ ચકચારી ઘટના વહીવટી આલમમાં બની છે. નવસારી
 
ખળભળાટ@નવસારી: મામલતદાર સહિત 4 કર્મચારી લાંચ લેતાં ઝબ્બે

અટલ સમાચાર, નવસારી

લોકડાઉન દરમ્યાન નાગરિક સામે થયેલી થોકબંધ કાર્યવાહી વચ્ચે સૌથી મોટી ઘટના બની છે. લાંચ લેતાં એક બે નહિ પણ મામલતદાર સહિતના 4 કર્મચારી આબાદ ઝડપાયાં છે. પરમિટ આધારે માટીની હેરાફેરી કરતાં ઈસમ પાસેથી 90,000 ની લાંચ લેતાં આરોપી બન્યા છે.

દક્ષિણ ગુજરાતમાં આજે સૌથી વધુ ચકચારી ઘટના વહીવટી આલમમાં બની છે. નવસારી ગ્રામ્યના મામલતદાર અને તેની હેઠળના ત્રણ કર્મચારી એસીબીના છટકામાં ઝડપાઇ ગયા છે. પરમીટ મેળવી માટી વેચાણ કરતા વ્યક્તિ સામે મામલતદાર કચેરીએ કાર્યવાહી કરી હતી. રોયલ્ટી પાસ હોવા છતાં માટીના ટ્રકો જપ્ત કર્યા હતા.આથી ટ્રકો છોડાવવા માટે મામલતદાર અને તેના કર્મચારીઓએ લાંચ માંગી હતી.

શરૂઆતમાં 1,10,000 ઉપર લાંચની રકમ નક્કી કર્યા બાદ માટીના વેપારીએ 20,000 આપ્યા હતા. જ્યારે 90,000 બાકી હોઇ મામલતદાર, સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર સહિતના માંગણી કરતાં હતાં. જોકે વેપારી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં મામલતદાર અને તેના બે કર્મચારી વતી ક્લાર્ક લાંચ પેટે કચેરીમાં જ 90,000 લેતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તાલુકા સેવા સદનના મામલતદાર સહિત એકસાથે 4 કર્મચારી લાંચ કેસમાં આરોપી બન્યા હોવાની ઘટના અત્યંત ચોંકાવનારી છે. એકબીજાના મેળાપીપણામાં કોરોના મહામારી વચ્ચે એક લાખથી વધુની લાંચ માંગી 90 હજાર સ્વિકારતા ઝડપાઇ ગયા છે. લોકડાઉન દરમ્યાન લાંચ કેસની આ સૌથી મોટી ઘટનાથી વહીવટી આલમમાં ખળભળાટ મચ્યો છે.

લાંચ કેસમાં ઝડપાયેલા કર્મચારી

1. યશપાલ પ્રકાશદાન ગઢવી, મામલતદાર, નવસારી ગ્રામ્ય વર્ગ- ૨
રહે. મામલતદાર ક્વાર્ટર, સહયોગ સોસાયટી, લુન્સીકુઇ રોડ, નવસારી

2. શૈલેષભાઇ એ. રબારી,
હોદ્દો : સર્કલ ઓફિસર, વર્ગ- ૩
રહે. બી/૪૦૩, સુરભી કોમ્પલેક્ષ, પરમેશ ડાયમંડની બાજુમાં, સીંધી કેમ્પ રોડ, નવસારી

3. સંજય ઇશ્વરભાઇ દેસાઇ,
નાયબ મામલદાર, મહેસુલ વર્ગ- ૩
રહે. સી/૪૦૨, સુરભી કોમ્પલેક્ષ, પરમેશ ડાયમંડની બાજુમાં, સીંધી કેમ્પ રોડ, નવસારી

4. કપિલ રસીકભાઇ જેઠવા, કલાર્ક, નવસારી ગ્રામ્ય મામલતદારની કચેરી નવસારી વર્ગ- ૩
રહે. એ/૫, મહાવીર રો હાઉસ, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત

ઘટનાની ટૂંકી વિગત

ફરીયાદીએ આ કામના આરોપી નં. (1) ને મળતા તેઓએ આરોપી નં. (2) ને મળી વ્યવહારની લેવડદેવડ કરી લેવા જણાવતા ફરીયાદી આરોપી નં. (2) ને મળતા તેઓએ આ કામે રૂ.1,10,000/- ની લાંચની માંગણી કરેલ અને જે-તે વખતે આરોપી નં. (2) ના કહેવાથી આરોપી નં. (3) નાઓને ફરીયાદીએ રૂ.20,000/- લાંચ પેટે આપેલા અને બાકીના રૂ. 90,000/- આપવાના બાકી હોય, અને આરોપી નં (1), (2) અને (3) નાઓ એકબીજાની મેળાપીપણામાં રૂ. 90,000/- લાંચ પેટે માંગણી કરતા હતા .

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ નવસારી એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નં. (1) નાએ ફરીયાદીને લાંચની રકમ આરોપી નં. (2) નાઓને આપવા જણાવતા ફરીયાદી આરોપી નં. (2) નાઓને મળતા આરોપી (2) નાએ ફરીયાદી સાથે રૂબરૂ વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી અને તે લાંચની રકમ રૂ. 90,000/- આરોપી નં.(3) ને આપવા જણાવી આરોપી નં. (3) નાઓએ લાંચની રકમ સ્વીકારી આ લાંચની રકમ આરોપી નં. (4) ને આપી એકબીજાની મદદગારી કરી પકડાય જઇ ગુનો કર્યો છે.