ખળભળાટ@પાટણ: નિવૃત્તિ પૂર્વે પૈસાથી બદલીઓ કરી, ex.DPEO ચૌધરી વિરુદ્ધ શિક્ષકની ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જિલ્લા શિક્ષણ સમિતિની કામગીરી બાબતે ચોંકાવનારી રજૂઆત સામે આવી છે. બદલી કેમ્પ સિવાય શિક્ષકોની બદલી નહિ થતી હોવા છતાં હુકમો કર્યાની ફરિયાદ કરી છે. નિવૃત્તિ પૂર્વે પૈસા લઈને ડીપીઈઓ ચૌધરીએ કેટલાક શિક્ષકોને બદલી કરી આપી હોવાનો આક્ષેપ ખુદ શિક્ષકે કર્યો છે. બદલીમાં કથિત ગોલમાલ થયાની વિગતો બતાવતી રજૂઆત અરજી
 
ખળભળાટ@પાટણ: નિવૃત્તિ પૂર્વે પૈસાથી બદલીઓ કરી, ex.DPEO ચૌધરી વિરુદ્ધ શિક્ષકની ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લા શિક્ષણ સમિતિની કામગીરી બાબતે ચોંકાવનારી રજૂઆત સામે આવી છે. બદલી કેમ્પ સિવાય શિક્ષકોની બદલી નહિ થતી હોવા છતાં હુકમો કર્યાની ફરિયાદ કરી છે. નિવૃત્તિ પૂર્વે પૈસા લઈને ડીપીઈઓ ચૌધરીએ કેટલાક શિક્ષકોને બદલી કરી આપી હોવાનો આક્ષેપ ખુદ શિક્ષકે કર્યો છે. બદલીમાં કથિત ગોલમાલ થયાની વિગતો બતાવતી રજૂઆત અરજી આજે પાટણ જિલ્લા પંચાયતમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. વારંવાર મિડીયામાં આવતાં પૂર્વ શિક્ષણ અધિકાર બી.એ ચૌધરી વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારની અરજી હારીજ તાલુકાના શિક્ષકે કરતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખળભળાટ@પાટણ: નિવૃત્તિ પૂર્વે પૈસાથી બદલીઓ કરી, ex.DPEO ચૌધરી વિરુદ્ધ શિક્ષકની ફરિયાદ

પાટણ જિલ્લાના હારીજ તાલુકાની વાદી વસાહત પ્રાથમિક શાળાના શિક્ષકે આજે ગંભીર આક્ષેપો સાથેની રજૂઆત કરી છે. હજુ હમણાં જ નિવૃત્ત થયેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ ચૌધરી વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારની અરજી આવી છે. જેમાં રજૂઆત કરનાર શિક્ષક નરેશ રાવલ અગાઉ હારીજ તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળામાં હતા. જોકે શિક્ષક રાવલ વધમાં પડતાં વધ-ઘટના બદલી કેમ્પમાં ગત 26/11/2020 ના રોજથી હારીજ તાલુકાની વાદી વસાહત પ્રાથમિક શાળામાં મુકાયા હતા. શિક્ષકોની બદલી નિયમ મુજબ કેમ્પ હોય ત્યારે અથવા શિક્ષાત્મક સંજોગોમાં થાય છે. હવે ડીપીઈઓ ચૌધરીએ નિવૃત્ત થવાના એક દિવસ પહેલાં એટલે કે ગત 29 જૂને કેટલીક બદલીઓ કરી પૈસા લીધા હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો છે.

ખળભળાટ@પાટણ: નિવૃત્તિ પૂર્વે પૈસાથી બદલીઓ કરી, ex.DPEO ચૌધરી વિરુદ્ધ શિક્ષકની ફરિયાદ
કેમ્પ સિવાયની બદલી

સૂત્રોએ જણાવ્યું હતું કે, રજૂઆત કરનાર શિક્ષક નરેશ રાવલે લેખિતમાં કેટલીક બાબતોનો આધાર લીધો છે. જેમાં વધમાં બદલી પામેલ શિક્ષક પોતાની મૂળ શાળામાં પરત જવા પ્રથમ હક્કદાર હોવાનું જણાવ્યું છે. આ નિયમ હોવા છતાં હારીજ તાલુકાની ગણેશપુરા પ્રાથમિક શાળામાં નરેશ રાવલને બદલે રાધનપુર તાલુકાની શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાને મુકવામાં આવ્યા છે. આ બદલીનો હુકમ કેમ્પ વિના અને વધમાં પડેલા શિક્ષકના હક્કથી વિરુદ્ધ હોવાની રજૂઆત કરી છે. ડીપીઈઓ ચૌધરીએ નિવૃત્ત થતાં પહેલાં કેટલીક બદલીઓ કરી ખૂબ પૈસા લીધા હોવાનો ગંભીર આક્ષેપ પણ ખુદ શિક્ષકે કરતાં કોલાહલ મચી ગયો છે. આવી સ્થિતિમાં પૂર્વ શિક્ષણ અધિકારી બી.એ ચૌધરીના તત્કાલીન વહીવટ વિરુદ્ધ સવાલો ઉભા થયા છે.

ખળભળાટ@પાટણ: નિવૃત્તિ પૂર્વે પૈસાથી બદલીઓ કરી, ex.DPEO ચૌધરી વિરુદ્ધ શિક્ષકની ફરિયાદ
કેમ્પમાં થયેલી શિક્ષકની બદલી

આ રહ્યા શંકા ઉપજાવતા સવાલો

માત્ર તાલુકા ફેર કોઇપણ શિક્ષકની બદલી કરવી હોય તો પણ ખૂબ કઠિન છે. વતનની નજીક જવા અનેક શિક્ષકો તલપાપડ હોય ત્યારે ડીપીઈઓ શિક્ષાત્મક બદલી પણ વતનથી દૂર કરે છે. જો પસંદગી મુજબ બદલી લેવી હોય તો રાજ્ય સરકારમાંથી આદેશ આવ્યાં બાદ યોજાતાં બદલી કેમ્પ દરમ્યાન શિક્ષકોની બદલી થાય છે. તો શું ડીપીઈઓ ચૌધરીએ ગત 29 જૂન દરમ્યાન કરેલી બદલીઓ શિક્ષાત્મક તરીકેની હતી? આ બદલીમાં વધમાં પડેલા શિક્ષકોના હક્ક ઉપર તરાપ થઇ હતી? શું આ બદલીઓ વિશે જિલ્લા શિક્ષણ સમિતિના ઠરાવ કે હુકમ કે મંજૂરી હતી? રાજ્ય સરકારની મંજૂરી મેળવી નિયમોનુસાર બદલીના હુકમ કર્યા હતા?