ખળભળાટ@સાબરકાંઠા: બેંકમાં ખાતું ખોલી ગ્રાન્ટના 97 લાખ ઘરભેગાં કર્યા, 2 અધિકારીનું કારસ્તાન

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર સાબરકાંઠા જીલ્લા વહીવટી તંત્રને લઇ અત્યંત ચોંકાવનારો રીપોર્ટ સામે આવ્યો છે. આયોજનના વિકાસના કામો પુર્ણ થયા બાદ તપાસમાં ગયેલા અધિકારીઓને પગતળે જમીન ખસી જાય તેવો ઘટનાક્રમ સામે આવ્યો છે. સરેરાશ 1 કરોડના વિકાસલક્ષી કામો જમીન ઉપર થયા જ ન હતાં અને બેંકમાં પોતાનું ખાતું ખોલાવી રકમ ઘરભેગી કરી હોવાનું સામે
 
ખળભળાટ@સાબરકાંઠા: બેંકમાં ખાતું ખોલી ગ્રાન્ટના 97 લાખ ઘરભેગાં કર્યા, 2 અધિકારીનું કારસ્તાન

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

સાબરકાંઠા જીલ્લા વહીવટી તંત્રને લઇ અત્યંત ચોંકાવનારો રીપોર્ટ સામે આવ્યો છે. આયોજનના વિકાસના કામો પુર્ણ થયા બાદ તપાસમાં ગયેલા અધિકારીઓને પગતળે જમીન ખસી જાય તેવો ઘટનાક્રમ સામે આવ્યો છે. સરેરાશ 1 કરોડના વિકાસલક્ષી કામો જમીન ઉપર થયા જ ન હતાં અને બેંકમાં પોતાનું ખાતું ખોલાવી રકમ ઘરભેગી કરી હોવાનું સામે આવ્યુ છે. 2 અધિકારીઓએ એકબીજાના મેળાપીપણામાં બેંકને ગેરમાર્ગે દોરી ખોટાં રેકર્ડ ઉભાં કરી કૌભાંડ આચર્યુ છે. જીલ્લા તંત્રએ બંને ક્લાસવન અધિકારી અને તપાસમાં નીકળે તે તમામ વિરૂધ્ધ કાર્યવાહી કરવા સરકારમાં અહેવાલ મોકલ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હિંમતનગર સ્થિત જીલ્લા આયોજન કચેરીના પારદર્શક વહીવટમાં બાકોરૂ પાડતું કૌભાંડ બહાર આવ્યુ છે. વર્ષ-2018/19 દરમ્યાનના ગ્રાન્ટ હેઠળના વિકાસલક્ષી કામો તપાસતાં ચોંકાવનારી સ્થિતિ બહાર આવી છે. સાંસદ ગ્રાન્ટના 97 લાખ 2 અધિકારીઓએ મેળાપીપણાંમાં ઘરભેગાં કર્યા હોવાનું ખુલ્યુ છે. તત્કાલિન જીલ્લા આયોજન અધિકારી પી.આર.જોષીએ કચેરીમાં આવતી સાંસદની ગ્રાન્ટમાં કટકી કરવા પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતુ. રમત-ગમત વિભાગના સિનીયર કોચના નામનું આરબીએલ બેંકમાં ખાતું ખોલાવ્યું હતુ. આ બેંક એકાઉન્ટમાં સાંસદ ગ્રાન્ટની સરેરાશ 80 ટકા રકમ જમા કરાવી માત્ર 10થી 20 ટકા રકમ વિકાસના કામોમાં ફાળવતાં હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જીલ્લા તંત્ર દ્રારા ગ્રાન્ટ હેઠળ થયેલાં વિકાસકામોનો રીપોર્ટ તૈયાર કરતાં દરમ્યાન સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં હિંમતનગર, પ્રાંતિજ અને ઇડર તાલુકામાં વિકાસના કામો માત્ર કાગળ ઉપર હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હાલના જીલ્લા આયોજન અધિકારીએ કલેક્ટરને ધ્યાને લાવતાં તપાસ કરવામાં આવી છે. જેમાં તત્કાલિન જીલ્લા આયોજન અધિકારી અને સિનીયર કોચે એકબીજાના મેળાપીપણાંમાં ગેરકાયદેસર કાગળો ઉભા કરી કારસ્તાન આચર્યાનું બહાર આવ્યુ છે. આથી કલેક્ટર કચેરી દ્રારા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગને અહેવાલ રજૂ કર્યો છે. જેમાં ખાતાકીય તપાસથી લઇને પોલીસ ફરીયાદ દાખલ કરવા સુધીની સંભાવના હોઇ સાબરકાંઠા જીલ્લા વહીવટી આલમમાં ચકચાર મચી ગઇ છે.