ખળભળાટ@તાપી: ઇન્ચાર્જ જીલ્લા શિક્ષણ અધિકારી અને કારકૂને 10 લાખની લાંચ માંગ્યાનો ગુનો

અટલ સમાચાર, તાપી કોરોના મહામારી વચ્ચે વ્યારામાં જીલ્લા શિક્ષણાધિકારી અને ક્લાર્ક સામે 10,00,000 લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગત દિવસોએ ટ્રસ્ટ સંચાલિત શાળામાં શિક્ષણ અધિકારી ભરત મંગળભાઇ પટેલે આકસ્મિક મુલાકાત દરમ્યાન ઇન્સ્પેકશનમાં કેટલાક મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટીસ આપેલ હતી. જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરવામાં આવ્યા બાદ અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી
 
ખળભળાટ@તાપી: ઇન્ચાર્જ જીલ્લા શિક્ષણ અધિકારી અને કારકૂને 10 લાખની લાંચ માંગ્યાનો ગુનો

અટલ સમાચાર, તાપી

કોરોના મહામારી વચ્ચે વ્યારામાં જીલ્લા શિક્ષણાધિકારી અને ક્લાર્ક સામે 10,00,000 લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગત દિવસોએ ટ્રસ્ટ સંચાલિત શાળામાં શિક્ષણ અધિકારી ભરત મંગળભાઇ પટેલે આકસ્મિક મુલાકાત દરમ્યાન ઇન્સ્પેકશનમાં કેટલાક મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટીસ આપેલ હતી. જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરવામાં આવ્યા બાદ અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટીસ આપી હતી. સમગ્ર કાર્યવાહીમાં મામલો દફતરે કરવા રૂપિયા 10,00,000ની માંગણી કરી હતી. જોકે એસીબી સુધી વિગતો પહોંચતા ચોંકાવનારી સફળ રેડ કાર્યવાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાપી જીલ્લામાં ભરત મંગળભાઇ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકેની જવાબદારી સંભાળે છે. જેમાં રવિન્દ્ર ઉર્ફે જીગો શંકરલાલ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ગત દિવસોએ જીલ્લાની ગ્રાન્ટેડ શાળામાં તપાસ અર્થે ગયા બાદ મુદ્દાઓની પુર્તતાને લઇ ઇન્ચાર્જ ડીઇઓએ નોટીસ આપી હતી. જેની સામે શાળાના આચાર્ય દ્રારા તાપી ઇન્ચાર્જ ડીઇઓ ભરત પટેલને મળી ખુલાસા અંગેનું માર્ગદર્શન લેવાયુ હતુ. આ દરમ્યાન ઇન્ચાર્જ ડીઇઓ ભરત પટેલે કાર્યવાહી અંગે મામલો દફતરે કરવા 10 લાખની લાંચ માંગી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઇ તાપી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરીને રજૂઆત-ફરીયાદ આપી હતી. જે આધારે ગઇકાલે લાંચના છટકું ગોઠવતાં રેઇડની સફળતા સામે આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ઇન્ચાર્જ ડીઇઓ ભરત પટેલે ઓફીસના ક્લાર્ક રવિન્દ્ર પટેલને લાંચની રકમ આપી દેવા ફરીયાદીને જણાવ્યુ હતુ. આથી એસીબીને થયેલી રજૂઆત બાદ ફરીયાદી લાંચની રકમ લઇ કારકૂન પાસે પહોંચ્યા હતા. આ દરમ્યાન અચાનક કારકૂન રવિન્દ્રને શક/વહેમ પડતાં લાંચની રકમ સ્વીકારેલ ન હતી. જોકે લાંચના છટકા દરમ્યાન એકત્રીત થયેલ પુરાવામાં ભરત પટેલ અને રવિન્દ્રએ એકબીજાની મદદગારીમાં રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરેલ હોવાથી ઉપરોક્ત બન્ને આરોપી વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીએ ઇન્ચાર્જ ડીઇઓ અને કચેરીના કારકૂને 10 લાખની લાંચ માંગ્યાનો ગુનો દાખલ કરતાં રાજ્યભરના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે.