ખળભળાટ@બનાસકાંઠા: જીલ્લામાં કોરોના વિસ્ફોટ, એકસાથે નવા 51 કેસ નોંધાયા

અટલ સમાચાર, પાલનપુર કોરોના વાયરસને બનાસકાંઠામાં જાણે અડીંગો જમાવ્યો હોય તેમ આજે એકસાથે નવા 51 કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. આજે નવા 51 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ ધાનેરાના ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ડીસા ધારાસભ્યના કુટુંબીઓ કોરોનાને ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. અટલ સમાચાર
 
ખળભળાટ@બનાસકાંઠા: જીલ્લામાં કોરોના વિસ્ફોટ, એકસાથે નવા 51 કેસ નોંધાયા

અટલ સમાચાર, પાલનપુર

કોરોના વાયરસને બનાસકાંઠામાં જાણે અડીંગો જમાવ્યો હોય તેમ આજે એકસાથે નવા 51 કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. આજે નવા 51 કેસ આવતાં આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. આ તરફ ધાનેરાના ધારાસભ્યનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ડીસા ધારાસભ્યના કુટુંબીઓ કોરોનાને ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસના એકસાથે 51 કેસ નોંધાતાં ચકચાર મચી ગઇ છે. આજે પાલનપુર 18, દાંતા 03, વડગામ 04, વાવ 04, ડીસા 10, દિયોદર 01, લાખણી 01, ભાભર 01, દાંતીવાડા 04, થરાદ 03 અને સુઇગામ 02 મળી નવા 51 દર્દી ઉમેરાયાં છે. અનલોકમાં મળેલી છૂટને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોઇ દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે.