ખળભળાટ@બનાસકાંઠા: આજે કોરોના મહાવિસ્ફોટ, 30 કેસ ખુલતાં અફરાતફરી

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર બનાસકાંઠા જીલ્લામાં આજે એકસાથે 3૦ કોરોના દર્દી સામે આવતાં આરોગ્ય અને નાગરિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં દર્દીઓની સંખ્યાનો રાફડો ફાટતાં દોડધામ મચી ગઇ છે. અડધોઅડધ યુવાનોના નામો સામે આવતાં પરિજનોમાં ફફડાટ વચ્ચે ચિંતા વ્યાપી ગઇ છે. સૌથી વધુ પાલનપુર અને ડીસા શહેરમાં કોરોના વાયરસનો મહાવિસ્ફોટ થયો
 
ખળભળાટ@બનાસકાંઠા: આજે કોરોના મહાવિસ્ફોટ, 30 કેસ ખુલતાં અફરાતફરી

અટલ સમાચાર, મહેસાણા, પાલનપુર

બનાસકાંઠા જીલ્લામાં આજે એકસાથે 3૦ કોરોના દર્દી સામે આવતાં આરોગ્ય અને નાગરિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં દર્દીઓની સંખ્યાનો રાફડો ફાટતાં દોડધામ મચી ગઇ છે. અડધોઅડધ યુવાનોના નામો સામે આવતાં પરિજનોમાં ફફડાટ વચ્ચે ચિંતા વ્યાપી ગઇ છે. સૌથી વધુ પાલનપુર અને ડીસા શહેરમાં કોરોના વાયરસનો મહાવિસ્ફોટ થયો હોઇ સંબંધિત વિસ્તારમાં અફરાતફરી જેવી સ્થિતિ બની છે. પોઝિટીવ કેસના દર્દીની વિગતો જાણી સંપર્કમાં આવેલા ભારે મુંઝવણમાં મુકાઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખળભળાટ@બનાસકાંઠા: આજે કોરોના મહાવિસ્ફોટ, 30 કેસ ખુલતાં અફરાતફરી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસની સંખ્યામાં જાણે બોમ્બગોળો ફાટ્યો છે. આજે પાલનપુર શહેરમાં-16, પાલનપુર તાલુકાના ગામડાઓમાં- 4, ડીસા શહેરમાં- 6, વાવ અને દાંતા તાલુકામાં 1-1, વડગામ તાલુકામાં-2 સહિત 30 દર્દી સામે આવ્યા છે. જ્યારે મૂળ રાજસ્થાનના 2 દર્દી પણ કોરોના પોઝિટીવ બનતા આજે જીલ્લામાં કુલ 32નો આંકડો ખુલ્યો છે. તો વળી ડીસા તાલુકાના માલગઢ ગામમાં કોરોના પોઝિટીવ દર્દીનું મોત થતાં પંથકમાં ફફડાટનું વાતાવરણ ગરમાયુ છે.

ખળભળાટ@બનાસકાંઠા: આજે કોરોના મહાવિસ્ફોટ, 30 કેસ ખુલતાં અફરાતફરી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાલનપુર શહેરમાં સૌથી વધુ 16 અને ડીસા શહેરમાં 6 દર્દી સામે આવતાં સંબંધિત સોસાયટીઓના રહીશોમાં ચકચાર મચી ગઇ છે. મહોલ્લાંમાં પોઝિટીવ દર્દી આવ્યાનું જાણ્યા બાદ સંબંધીઓ, આસપાસના રહીશો, મિત્રો, અગાઉ એક અઠવાડીયા દરમ્યાન મુલાકાત લઇ ચૂકેલા લોકો ગભરાહટ વચ્ચે મુંઝાઇ રહ્યા છે. આરોગ્ય વિભાગે આ 32 કોરોના દર્દીઓની એકદમ નજીક સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા કવાયત હાથ ધરી છે. કોરોના ગાઇડલાઇન મુજબ પોઝિટીવ દર્દીને મળેલાં વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન થવાની નોબત આવી છે.

મહાવિસ્ફોટની 32 સંખ્યાથી શંકાસ્પદો 150 ઉપર જશે

આરોગ્ય વિભાગ પોઝિટીવ દર્દીઓના હાઇ અને લો રીસ્ક કોન્ટેક્ટ શોધી તેની યાદી કરશે. જેમાં લક્ષણો ધરાવતાં હોય તેવાને ફેસેલિટી કે હોમ ક્વોરેન્ટાઇન કરી તપાસ હેઠળ રાખશે. આ મહાવિસ્ફોટને કારણે શંકાસ્પદોની સંખ્યાનો આંકડો 150 ઉપર જઇ શકે તેવી પ્રબળ સંભાવના છે. આ સાથે પોઝિટીવ દર્દીથી થઇ ગયેલ સંક્રમણને કારણે કોરોના દર્દીઓની સંખ્યા બનાસકાંઠા જીલ્લામાં વધી જાય તેવી ભિતી ઉભી થઇ છે.

આ રહી આજે નોંધાયેલા કેસોની વિગત

– પાલનપુર શહેર મોટીબજાર વિસ્તાર સ્ત્રી, ઉ.વ.41
– પાલનપુર શહેર મોટીબજાર વિસ્તાર પુરુષ, ઉ.વ.46
– પાલનપુર શહેર ગોબરી રોડ વિસ્તાર, પુરુષ ,ઉ.વ.40
– પાલનપુર શહેર રામનગર વિસ્તાર, પુરુષ, ઉ.વ.70
– પાલનપુર શહેર, ખોડલીમડા, પુરુષ, ઉ.વ.57
– પાલનપુર શહેર ઢુંઢીયાવાડી, પુરુષ,ઉ.વ.59
– પાલનપુર શહેર ઢુંઢીયાવાળી, સ્ત્રી, ઉ.વ.59
– પાલનપુર શહેર, પુરુષ, ઉ.વ.55
– પાલનપુર શહેર, પુરુષ,ઉ.વ.36
– પાલનપુર શહેર, પુરુષ, ઉ.વ.73
– પાલનપુર શહેર, જામપુરા, પુરુષ,ઉ.વ.38
– પાલનપુર શહેર, રણજીતપુરા, પુરુષ,ઉ.વ.60
– પાલનપુર શહેર, તપોવન સોસાયટી, પુરુષ,ઉ.વ.44
– પાલનપુર શહેર, બ્રિજેશ્વર કોલોની, મહિલા, ઉ.વ.57
– પાલનપુર શહેર, ગાયત્રી પરિવાર, પુરુષ, ઉ.વ.42
– પાલનપુર શહેર, પુરુષ, ઉ.વ.37

– પાલનપુર તાલુકો, કાણોદર,પુરુષ,ઉ.વ.54
– પાલનપુર તાલુકો, ચડોતર ગામ, પુરુષ,ઉ.વ.42
– પાલનપુર તાલુકો, ભાગલગામ,પુરુષ,ઉ.વ.54
– પાલનપુર તાલુકો, કાણોદર ગામ, સ્ત્રી, ઉ.વ.54

– ડીસા શહેર મોચીવાસ, પુરુષ ,ઉ.વ.48
– ડીસા શહેર પ્રતાપચાલી, પુરુષ,ઉ.વ.27
– ડીસા શહેર, કુમારપાળ વિસ્તાર, મહિલા, ઉ.વ.34
– ડીસા શહેર ગ્રીનપાર્ક, પુરુષ,ઉ.વ.25
– ડીસા શહેર જલારામ બંગ્લોઝ, સ્ત્રી, ઉ.વ.26
– ડીસા શહેર લાલાચાલી, પુરુષ,ઉ.વ.67

– વડગામ તાલકાનું પાચડાગામ, પુરુષ,ઉ.વ.49
– વડગામ તાલુકાનું જલોતરા ગામ, મહિલા, ઉ.વ.42

– દાંતા ગામ , પુરુષ, ઉ.વ.48
– વાવ તાલુકામાં ચંદ્રાવા ગામ પુરુષ, ઉ.વ.55

– રાજસ્થાન શિરોહી, પુરુષ, ઉ.વ.65
– રાજસ્થાન શિરોહી, પુરુષ, ઉ.વ.45