ખળભળાટ@મહેસાણા: દર્દીઓમાં મોટો ઉછાળો, આજે 14 કેસમાંથી એકનું મોત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયુ છે. આજે મહેસાણા, કડી, નંદાસણ, જોટાણા અને બેચરાજીમાં નવા કેસ સામે આવ્યા છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કુલ કોરોના વાયરસના કારણે ચાર લોકો મોતને ભેટ્યા છે. તો આજે નવા 14
 
ખળભળાટ@મહેસાણા: દર્દીઓમાં મોટો ઉછાળો, આજે 14 કેસમાંથી એકનું મોત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયુ છે. આજે મહેસાણા, કડી, નંદાસણ, જોટાણા અને બેચરાજીમાં નવા કેસ સામે આવ્યા છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કુલ કોરોના વાયરસના કારણે ચાર લોકો મોતને ભેટ્યા છે. તો આજે નવા 14 પોઝિટિવ કેસ આવતા સંક્રમણને રોકવા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના નવા 14 કેસ સામે આવ્યા છે. મહેસાણા, કડી, નંદાસણ, જોટાણા અને બેચરાજીમાં નવા કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામની સ્થિતિ બની છે. આ તરફ આજે કોરોનાગ્રસ્ત કડીના 50 વર્ષીય મંજુબેન ચંદ્રકાંત શ્રીવાસ્તવ નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. તેઓ ગત 18 મે ના રોજ મહેસાણા સાઈ ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ થયા હતા.

ખળભળાટ@મહેસાણા: દર્દીઓમાં મોટો ઉછાળો, આજે 14 કેસમાંથી એકનું મોત

સુત્રોએે જણાવ્યુ હતુ કે, આજે નોંધાયેલા કેસમાં મહેસાણામાં બે કેસ, કડીમાં બે કેસ, મેઉંમા એક કેસ, નંદાસણમાં બે કેસ, ધનાલીમાં એક કેસ, બેચરાજીમાં બે કેસ મળી કુલ નવા 14 કેસ સામે આવ્યા છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે ચાર દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. આજે આવેલા કેસને લઇ આરોગ્ય તંત્ર દ્રારા સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

આજે નોંધાયેલા કેસની વિગત

  • અશોક રણછોડભાઈ રાવળ, 53 વર્ષ, તિરુપતિ સોમેશ્વર સોસાયટી મહેસાણા
  • નસીમબાનુ અબ્દુલ કરીમ પઠાણ, 32 વર્ષ, મુલસફ પોળ સામે, કડી
  • ડો.જયંતિભાઈ મણીભાઈ પટેલ, 75 વર્ષ, સરદાર પટેલ સોસાયટી કડી
  • ત્રીપલ કુમાર પ્રવીણભાઈ પરમાર, 33 વર્ષ, ચાંદખેડા અમદાવાદ
  • મહાવીરસિંહ હરિસિંહ ચાવડા, 32 વર્ષ, સત્યનારાયણ સોસાયટી, મેઉં
  • પ્રશાંત કુમાર પ્રહલાદભાઈ પટેલ, 40 વર્ષ, શેરિવાસ નંદાસણ
  • હેતલબેન સુનીલજી ઠાકોર, 24 વર્ષ, ઠાકોર વાસ, વડોસન
  • ભાવેશકુમાર કનુભાઈ પરમાર, 20 વર્ષ, જૂનો વણકર વાસ, નંદાસણ
  • ભરતભાઈ મોહનભાઈ પરમાર, 45 વર્ષ, રોહિત વાસ, ધનાલી
  • અશોકભાઈ હરગોવનભાઈ રાવળ, 32 વર્ષ, રામ વિજય નગર ખરદસા, મહેસાણા
  • રાજદીપ ભીખાભાઈ ભાટી, 25 વર્ષ, મનિધર સોસાયટી બેચરાજી
  • પ્રતિકગીરી કમલેશ ગિરિ ગોસાઈ, 22 વર્ષ ખોડીયાર સોસાયટી, બેચરાજી
  • મંજુબેન શંદ્રકાંત શ્રીવાસ્તવ, 50 વર્ષ, રામેશ્વર પાર્ક સોસાયટી કડી (મૃત્યુ થયેલ કેસ)
  • પટેલ મધુબેન મનુભાઇ, 58 વર્ષ, પટેલ વાસ, ધાંધુસણ(અગાઉ 12-05-2020ના રોજ પોઝિટીવ આવ્યા બાદ આજે ફરી પોઝિટીવ આવ્યો)