ખળભળાટ@મહેસાણા: ગોડાઉનમાંથી તસ્કરોએ 19 લાખના સામાનની ચોરી કરી

અટલ સમાચાર,મહેસાણા કોરોના મહામારી વચ્ચે લીંચ નજીકના ગોડાઉનમાંથી મંડપની પાઇપો અને મુદ્દામાલ મળી 19 લાખની ચોરી થયાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગોડાઉન મેનેજરે નોંધાવેલી ફરીયાદ મુજબ 26-07-2020 પહેલાના કોઇપણ સમયગાળામાં અજાણ્યા શખ્સોએ ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને લોખંડની પાઇપો કિ.રૂ.15 લાખ અને લોખંડની ફ્રેમો 4 લાખ મળી કુલ 19 લાખની ચોરી ગયાનું લખાવ્યુ
 
ખળભળાટ@મહેસાણા: ગોડાઉનમાંથી તસ્કરોએ 19 લાખના સામાનની ચોરી કરી

અટલ સમાચાર,મહેસાણા

કોરોના મહામારી વચ્ચે લીંચ નજીકના ગોડાઉનમાંથી મંડપની પાઇપો અને મુદ્દામાલ મળી 19 લાખની ચોરી થયાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ગોડાઉન મેનેજરે નોંધાવેલી ફરીયાદ મુજબ 26-07-2020 પહેલાના કોઇપણ સમયગાળામાં અજાણ્યા શખ્સોએ ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને લોખંડની પાઇપો કિ.રૂ.15 લાખ અને લોખંડની ફ્રેમો 4 લાખ મળી કુલ 19 લાખની ચોરી ગયાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ હાલ લાંઘણજ પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના લીંચ નજીક સેફ્રોની જવાના રસ્તે બિલેશ્વર મહાદેવની બાજુમાં આવેલા ગાંધી કોર્પોરેશનના ગોડાઉનમાંથી 19 લાખના મુદ્દામાલની ચોરી થયાનું સામે આવ્યુ છે. ગાંધી કોર્પોરેશનના ગોડાઉનમાં મેનેજર તરીકે નોકરી કરતાં ધનરાજભાઇ ધુળાજી ચંડેલે ગત તા.26-07-2020ના રોજ ગોડાઉનમાં જોતાં લોખંડની મંડપની પાઇપો તથા લોખંડની ફ્રેમો તેમજ પોલીંગ ફ્રેમો શેડમાં ઓછી જણાઇ હતી. જેને લઇ તેમને સુપરવાઇઝર દોલતસિંહ રાજપૂત અને શેઠ હેમુભાઇ ગાંધીને જાણ કરી હતી.

ખળભળાટ@મહેસાણા: ગોડાઉનમાંથી તસ્કરોએ 19 લાખના સામાનની ચોરી કરી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાકાળમાં ચોરીના વધતાં બનાવોની વચ્ચે લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ફરીયાદીએ ગોડાઉનમાં તપાસ કરતાં અજાણ્યા ઇસમો લોખંડની પાઇપો નંગ-1900 કિ.રૂ.આ.15,00,000, લોખંડની ફ્રેમો નંગ-300 તથા ફ્રેમોની પલીંગ નંગ-300 કિ.રૂ.આ.4,00,000 મળી કુલ કિ.રૂ.19,00,000નો ચોરી ગયાનું સામે આવ્યુ હતુ. જે બાદ ગઇકાલે ધનરાજભાઇએ અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેને લઇ લાંઘણજ પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 454,457,380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.