ખળભળાટ@પાટણ: કૌભાંડ કરી રેમડીસીવર ઈન્જેક્શન લીધા, દેવભૂમિ હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર કોવિડ સારવારના નામે બનાવટનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રેમડીસીવર ઈન્જેક્શનની અછત વચ્ચે દર્દીઓના રેકર્ડમા કૌભાંડ થતો હોવાની ફરિયાદ દાખલ થઈ છે. પાટણની ખાનગી હોસ્પિટલ ઉપર અચાનક રેઈડ પડી હતી. જેની ગણતરીના કલાકોમાં તપાસ બાદ તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ થઈ છે. ડોક્ટર રબારીએ કોવિડ મહામારીમા સરકાર સાથે વિશ્વાસઘાત
 
ખળભળાટ@પાટણ: કૌભાંડ કરી રેમડીસીવર ઈન્જેક્શન લીધા, દેવભૂમિ હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર કોવિડ સારવારના નામે બનાવટનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રેમડીસીવર ઈન્જેક્શનની અછત વચ્ચે દર્દીઓના રેકર્ડમા કૌભાંડ થતો હોવાની ફરિયાદ દાખલ થઈ છે. પાટણની ખાનગી હોસ્પિટલ ઉપર અચાનક રેઈડ પડી હતી. જેની ગણતરીના કલાકોમાં તપાસ બાદ તાત્કાલિક અસરથી કાર્યવાહી પણ થઈ છે. ડોક્ટર રબારીએ કોવિડ મહામારીમા સરકાર સાથે વિશ્વાસઘાત કરી રેમડીસીવર ઈન્જેક્શન મેળવી લીધા હતા. આથી સરકાર તરફથી પ્રાધ્યાપકે દેવભૂમિ હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ડોક્ટર સામે ફરિયાદ દાખલ થતાં ઈન્જેક્શનના કાળા બજારમાં સોપો પડી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરમાં જૂના બસસ્ટેન્ડ નજીક આવેલી દેવભૂમિ હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલમાં ગઈકાલે રેઈડ પડી હતી. સિધ્ધપુર સરકારી નર્સિંગ કોલેજના પ્રાધ્યાપક, કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર અને બી ડીવીઝન પોલીસ સહિતની ટીમે તપાસ કરી હતી. જેમાં દેવભૂમિ હોસ્પિટલના દાખલ અને ડિસ્ચાર્જ દર્દીઓની વિગતો સાથે રેમડીસીવર ઈન્જેક્શનની ફાળવણી અંગેના રેકર્ડની ક્રોસ ચકાસણી કરી હતી. જેમાં 20 દર્દીઓના નામ ઓનલાઇન બતાવતાં હતા અને તેમના નામે ઈન્જેક્શન પણ અપાયા હતા પરંતુ આ 20 દર્દીઓનો કોઈ રેકોર્ડ હોસ્પિટલમાં નહોતો. આ બાબતે તપાસ ટીમે પૂછપરછ કરતાં ડોક્ટર કાનજી બી રબારી કોઈ સંતોષકારક ખુલાસો કરી શક્યા નહોતા. આ સાથે 9 દર્દીઓ એવા હતા કે જેમની વિગતોની ઈન્જેક્શન સાથે ખરાઇ થતી નહોતી.

ખળભળાટ@પાટણ: કૌભાંડ કરી રેમડીસીવર ઈન્જેક્શન લીધા, દેવભૂમિ હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત 12 એપ્રિલથી 19 એપ્રિલ દરમ્યાન પાટણની દેવભૂમિ હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલના ડોક્ટર કાનજી રબારી અને તેમની સાથે સંડોવાયેલ ઈસમોએ અલગ અલગ તારીખે જુદા જુદા દર્દીઓના નામે ખોટાં દસ્તાવેજો રજૂ કરી સરકારી ક્વોટામાંથી ખોટી રીતે રેમડીસીવર ઈન્જેક્શન મેળવી દીધા હતા. આ ઈન્જેક્શનો દર્દીઓને નહિ આપી દર્દીઓનું રેકર્ડ નિભાવેલ નથી તેવું પ્રાથમિક તપાસમાં મળી આવ્યું હતું. ડોક્ટર રબારીએ કોવિડ મહામારી છતાં સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાનું સામે આવતાં કલેક્ટરે ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. આથી સરકારી પ્રાધ્યાપક રાકેશ પાટીદારે દેવભૂમિ હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલના ડોક્ટર કાનજી રબારી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે આરોપી ડોક્ટર સામે આઇપીસી 406, 420, 114 તેમજ જરૂરી ચીજવસ્તુઓના અધિનિયમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ખળભળાટ@પાટણ: કૌભાંડ કરી રેમડીસીવર ઈન્જેક્શન લીધા, દેવભૂમિ હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ