ખળભળાટ@થરાદ: ગાંજાનો હોલસેલ વેપાર પકડાયો, 15 મણનો જથ્થો જપ્ત કર્યો

અટલ સમાચાર, થરાદ થરાદ નજીક પોલીસની જડબેસલાક વાહન ચેકીંગ વ્યવસ્થા દરમ્યાન મોટો ઘટસ્ફોટ થયો છે. છેક રાજસ્થાનથી દારૂની જેમ હોલસેલમાં ગાંજો ભરીને આવતાં ઝડપાઇ ગયા છે. સરેરાશ 15 મણથી વધુ ગાંજાનો જથ્થો કટ્ટામાં ભરીને ગુજરાતમાં ઠાલવે તે પહેલાં જપ્ત કર્યો છે. પોલીસે 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. એકસાથે મોટીમાત્રામાં ગાંજાનો
 
ખળભળાટ@થરાદ: ગાંજાનો હોલસેલ વેપાર પકડાયો, 15 મણનો જથ્થો જપ્ત કર્યો

અટલ સમાચાર, થરાદ

થરાદ નજીક પોલીસની જડબેસલાક વાહન ચેકીંગ વ્યવસ્થા દરમ્યાન મોટો ઘટસ્ફોટ થયો છે. છેક રાજસ્થાનથી દારૂની જેમ હોલસેલમાં ગાંજો ભરીને આવતાં ઝડપાઇ ગયા છે. સરેરાશ 15 મણથી વધુ ગાંજાનો જથ્થો કટ્ટામાં ભરીને ગુજરાતમાં ઠાલવે તે પહેલાં જપ્ત કર્યો છે. પોલીસે 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. એકસાથે મોટીમાત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાઇ જતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના બુઢણપુર પાસેથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપાતાં હડકંપ મચી ગયો છે. પોલીસ સ્ટાફના માણસોએ બુઢણપુર ગામની સીમ સાંચોર હાઇવે રોડ ઉપરથી મહીન્દ્રા કંપનીના બોલેરો પીકપ જીપડાલા નં.GJ-37-T-1290માં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો વેચાણ કરવાના ઇરાદે ગુજરાતમાં હેરાફેરી કરી લઇ જતાં ઝડપી પાડ્યો છે.

ખળભળાટ@થરાદ: ગાંજાનો હોલસેલ વેપાર પકડાયો, 15 મણનો જથ્થો જપ્ત કર્યો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી વચ્ચે દારૂ અને ગાંજાની હેરાફેરી બેફામ બની છે. આજે થરાદ પોલીસે ગાંજાનો જથ્થો વજન-306.36 કિ.ગ્રામ કિંમત રૂા.30,63,600નો ઝડપી પાડ્યો છે. આ સાથે પીકપડાલુ કિ.રૂા.3,00,000 મળી કુલ મુદ્દામાલ કિ.રૂા.33,63,600ના મુદ્દામાલ સાથે પીકઅપ જીપડાલુ મળી આવતા પીકઅપડાલાના ચાલક વિરુદ્ધ NDPS એકટ મુજબ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.