ખેડબ્રહ્મા: અલગ-અલગ 3 અકસ્માતોમાં 2ના કરૂણ મોત, 2 ગંભીર રીતે ઘાયલ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જીલ્લામાં હમણાથી અકસ્માતોના બનાવો વધી રહયા છે. ત્યારે સોમવારે બપોરે ખેડબ્રહ્માના વીંછી ગામે એક ગંભીર અકસ્માતમાં એક રપ વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત નિપજયુ છે. ખેડબ્રહ્માના વિંછી ગામે શુક્રવારે સાંજના સમયે ખેડબ્રહ્માથી કોટડા તરફ જતી કમાન્ડર જીપના ચાલકે ગફલતભરી રીતે હંકારી સામેથી આવતી એકિટવાને ટકકર મારતા એકટિવા ફંગોળાઇ જતા ચાલકને
 
ખેડબ્રહ્મા: અલગ-અલગ 3 અકસ્માતોમાં 2ના કરૂણ મોત, 2 ગંભીર રીતે ઘાયલ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જીલ્લામાં હમણાથી અકસ્માતોના બનાવો વધી રહયા છે. ત્યારે સોમવારે બપોરે ખેડબ્રહ્માના વીંછી ગામે એક ગંભીર અકસ્માતમાં એક રપ વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત નિપજયુ છે. ખેડબ્રહ્માના વિંછી ગામે શુક્રવારે સાંજના સમયે ખેડબ્રહ્માથી કોટડા તરફ જતી કમાન્ડર જીપના ચાલકે ગફલતભરી રીતે હંકારી સામેથી આવતી એકિટવાને ટકકર મારતા એકટિવા ફંગોળાઇ જતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે આસપાસના લોકો ઘ્વારા તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી અપાયા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરાયા હતા. સમગ્ર મામલે ખેરોજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનાં વિછી ગામ પાસે બપોરે અકસ્માતમાં એક બાળકનું મોત નિપજયુ છે. રસ્તામાં ચાલતા પરિવારને અકસ્માત નડતા પંથકમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. લાંબડીયા થી કોટડા તરફ જાન લઇ જઇ રહેલી જીપે જઇ રહી જીપે રસ્તામાં ચાલતા જઇ રહેલા પરિવારને ટકકર મારતા એક બાળકનું મોત નિપજયુ છે.

ખેડબ્રહ્મા તાલુકાના ખરણિયા ગામના પુલ ઉપર રવિવારે સાંજે જીપ અને બાઇક સામસામે ટકરાતા ટેબડી ગામના દેવાભાઇ નાનાભાઇ મકવાણા અને તેમના પત્નિ પિન્ટુબેનને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, બાઇક સીધી તુફાન જીપના બોનેટમાં ઘુસી ગઇ હતી. જેને લઇ પતિ-પત્નિ બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા.