ખેડબ્રહ્મા: ધી રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળીની સાધારણ સભા મળી

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠાની જીલ્લાના ખેડબ્રહ્માની રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળીની 24 મી વાર્ષિક સાધારણ સભા રવિવારે તેરાપંથ ભવનમા ચેરમેન ચંપકલાલ પ્રજાપતિના અદયક્ષ સ્થાને મળી હતી. જેમાં રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળીના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળીની સાધારણ સભામાં મંડળીના મેનેજર યોગેશભાઈ સુથારે હિસાબો રજૂ કર્યા હતા. મંડળી
 
ખેડબ્રહ્મા: ધી રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળીની સાધારણ સભા મળી

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠાની જીલ્લાના ખેડબ્રહ્માની રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળીની 24 મી વાર્ષિક સાધારણ સભા રવિવારે તેરાપંથ ભવનમા ચેરમેન ચંપકલાલ પ્રજાપતિના અદયક્ષ સ્થાને મળી હતી. જેમાં રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળીના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

રાજસ્થાન નાગરિક સહકારી શરાફી મંડળીની સાધારણ સભામાં મંડળીના મેનેજર યોગેશભાઈ સુથારે હિસાબો રજૂ કર્યા હતા. મંડળી 4,55,000 નફો કર્યો છે. અને સભાસદોને શેર ઉપર 12 % ડિવિડન્ડ આપ્યું હતું. આ સભામાં મંડળીના ચેરમેન ચંપકલાલ પ્રજાપતિ, વા.ચેરમેન શંકરજી માળી એમ.ડી રાજમલમહેતા અન્ય ડિરેક્ટરો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.