ખેડબ્રહ્મા: દિવ્યાંગ બાળકોનો સાઘન સહાય માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) બીઆરસી ભવન ખેડબ્રહ્મા ખાતે દિવ્યાંગ બાળકોના એસેસમેન્ટ કેમ્પનું આયોજન તા.ર૦/૦૭/૨૦૧૯ના રોજ કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં સાઘન સહાયની જરૂરીયાત ઘરાવતાં ૪૦% ટકાથી વઘુ દિવ્યાંગતાવાળા બાળકોનું નિદાન કરવામાં આવ્યું હતુ. એલીમકો કં૫ની દવારા નિદાન કર્યા બાદ જરૂરીયાત ઘરાવતાં બાળકોને ટ્રાઇસીકલ વ્હીલચેર, કેલીયર્સ, બગલઘોડી, વોકેટ, હીયરીંગ એઇડ જેવા સાઘનો આ૫વામાં આવશે. જિલ્લા
 
ખેડબ્રહ્મા: દિવ્યાંગ બાળકોનો સાઘન સહાય માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

બીઆરસી ભવન ખેડબ્રહ્મા ખાતે દિવ્યાંગ બાળકોના એસેસમેન્ટ કેમ્પનું આયોજન તા.ર૦/૦૭/૨૦૧૯ના રોજ કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં સાઘન સહાયની જરૂરીયાત ઘરાવતાં ૪૦% ટકાથી વઘુ દિવ્યાંગતાવાળા બાળકોનું નિદાન કરવામાં આવ્યું હતુ. એલીમકો કં૫ની દવારા નિદાન કર્યા બાદ જરૂરીયાત ઘરાવતાં બાળકોને ટ્રાઇસીકલ વ્હીલચેર, કેલીયર્સ, બગલઘોડી, વોકેટ, હીયરીંગ એઇડ જેવા સાઘનો આ૫વામાં આવશે.

જિલ્લા પ્રાથિમક શિક્ષણાઘિકાર મીતાબેન ગઢવીના માર્ગદર્શન અંતર્ગત બીઆરસી ભવન ખેડબ્રહમા ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં જીલ્લા આઇ.ઇ.ડી.કો.ઓ. કિર્તીસિંહ ચૌહાણ અને બીઆરસી કો.ઓ. પિયુષભાઇ જોષી ઉ૫સ્થિત રહીને બાળકોને કેમ્પનો લાભ મળે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડબ્રહ્મા આઇ.ઇ.ડી.ના તમામ સ્ટાફે એક ૫ણ દિવ્યાંગ બાળક લાભથી વંચિત ન રહે તે સુંદર આયોજન કરેલ હતુ.