ખળભળાટ@ખેડબ્રહ્મા: હત્યાનો આક્ષેપ કરી પરિવાર પર હુમલો, 16 શખ્સો સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાના ગામે ટોળાં દ્રારા એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ એક પરિવારના બે યુવકોના અકસ્માત અને વીજ કરંટથી મોત થયા હતા. જે બાદમાં આરોપીઓ દ્રારા ફરીયાદીએ જ તેમનું મર્ડર કર્યુ હોવાની કહી ઉત્તરાયણના દિવસે હુમલો કર્યો હતો. આ સાથે ઘર ઉપર પથ્થરમારો કરતાં
 
ખળભળાટ@ખેડબ્રહ્મા: હત્યાનો આક્ષેપ કરી પરિવાર પર હુમલો, 16 શખ્સો સામે ગુનો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા તાલુકાના ગામે ટોળાં દ્રારા એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ એક પરિવારના બે યુવકોના અકસ્માત અને વીજ કરંટથી મોત થયા હતા. જે બાદમાં આરોપીઓ દ્રારા ફરીયાદીએ જ તેમનું મર્ડર કર્યુ હોવાની કહી ઉત્તરાયણના દિવસે હુમલો કર્યો હતો. આ સાથે ઘર ઉપર પથ્થરમારો કરતાં મોટું નુકશાન થયુ હતુ. જેને લઇ ફરીયાદીએ કુલ 16 લોકોના નામજોગ ખેરોજ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના હીંગાતિયા ગામે કેટલાંક ઇસમોએ પરિવાર પર હુમલો કર્યાની વિગતો સામે આવી છે. ઉત્તરાયણના દિવસે સાંજે ગામના બકાભાઇ પારગી પોતાના પરિવાર સાથે ઘરે હતા. આ દરમ્યાન તેમના કુટુંબી ઇસમો તલવાર અને લાકડીઓ લઇ આવી પહોંચ્યાં હતા. અગાઉ આરોપીઓના પરિવારજન બાબુભાઇ પારગીનું માર્ગ અકસ્માતમાં અને હરીભાઇ પારગીનું વીજકરંટ લાગવાથી મોત થયુ હતુ. જે મામલે ફરીયાદીએ જ બંનેના મર્ડર કર્યા હોવાનો આક્ષેપ કરી બંનેને પાછા આપવા કહ્યું હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીઓએ ફરીયાદીના ઘરે આવી ગાળાગાળી કરતાં મામલો બિચક્યો હતો. જે બાદમાં સ્થિતિ પારખી જઇ ફરીયાદી પરિવાર સાથે ઘરમાં જ બંધ થઇ જતાં આરોપીઓએ ઘર પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ફરીયાદીના પત્નિને પણ માથાના ભાગે પથ્થર વાગતાં ઇજાગ્રસ્ત બન્યાં હતા. આ સાથે ફરીયાદીના ઘરના પાછળના ભાગે આવેલા લાકડાનો દરવાજો તોડી નાંખી ઘરના નળીયાં તોડી નાંખી નુકશાન કર્યુ હતુ. જેને લઇ પોલીસે કુલ 16 લોકોના નામજોગ આઇપીસી કલમ 143, 147, 148, 149, 337, 427, 120B, 504, 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

ખળભળાટ@ખેડબ્રહ્મા: હત્યાનો આક્ષેપ કરી પરિવાર પર હુમલો, 16 શખ્સો સામે ગુનો નોંધાયો

ખળભળાટ@ખેડબ્રહ્મા: હત્યાનો આક્ષેપ કરી પરિવાર પર હુમલો, 16 શખ્સો સામે ગુનો નોંધાયો