ખેડબ્રહ્મા: પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત ઉજવણી કરાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત તેમજ મહિલા સશક્તિકરણ પખવાડીયા અન્વયે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી ની સૂચનાથી એ.એન.સી. કેમ્પ યોજવામાં આવ્યો હતો. એ.એન સી.કેમ્પમા ૧૬૦ સગર્ભા માતાઓ હાજર રહી હતી. જેમાં જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત રહેલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે
 
ખેડબ્રહ્મા: પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત ઉજવણી કરાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત તેમજ મહિલા સશક્તિકરણ પખવાડીયા અન્વયે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી ની સૂચનાથી એ.એન.સી. કેમ્પ યોજવામાં આવ્યો હતો. એ.એન સી.કેમ્પમા ૧૬૦ સગર્ભા માતાઓ હાજર રહી હતી.

જેમાં જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત રહેલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એસ કનોરિયા અને જિલ્લા આર.સી.એચ ઓફિસર ડો આરજી શ્રીમાળી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ જેએસવાય, કેપીએસવાય અને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ તેમજ તેમજ સ્તનપાન અઠવાડિયા અંતર્ગત માતાનું પ્રથમ ધાવણ અને બાળક ને ધવડાવવા ની સાચી રીત તેમજ LETCHING વિશે સમજ આપવામાં આવી હતી.

ખેડબ્રહ્મા: પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત ઉજવણી કરાઇ

તાલુકા આરોગ્ય અધિકારી ડો આર.ડી ગોસ્વામી દ્વારા હાજર રહેલ તમામ સગર્ભા માતાઓની કાર્યક્રમનો ઉદ્દેશ, એનિમિયા, સગર્ભા અવસ્થા દરમિયાન લેવાનો સમતોલ આહાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડિલિવરી કરાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. વધુમાં, ડો. દિવ્યા પટેલ તેમજ ટીમ દ્વારા તમામ સગર્ભા માતાઓની મેડિકલ તપાસ કરવામાં આવેલ અને તમામને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભોજન આપવામાં આવેલ અને આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.