ખેડબ્રહ્મા: દિવ્યાંગ સર્ટી કેમ્પ યોજવામાં આવ્યો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાબરકાંઠાની પ્રેરણાથી બીઆરસી ખેડબ્રહ્મા દ્વારા દિવ્યંગ બાળકોને સરકારી લાભ મળી રહે તે માટે પ્રમાણપત્રની જરૂર હોય છે. જે પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે માટે ખેડબ્રહ્મા અને પોશીનાના બાળકો માટે તા.10.05.19ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમો કુલ 89 બાળકોમાંથી 39 બાળકોને સર્ટી આપવામાં આવ્યા હતા. જ્યારે 50 બાળકોને રીફર
 
ખેડબ્રહ્મા: દિવ્યાંગ સર્ટી કેમ્પ યોજવામાં આવ્યો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાબરકાંઠાની પ્રેરણાથી બીઆરસી ખેડબ્રહ્મા દ્વારા દિવ્યંગ બાળકોને સરકારી લાભ મળી રહે તે માટે પ્રમાણપત્રની જરૂર હોય છે. જે પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે માટે ખેડબ્રહ્મા અને પોશીનાના બાળકો માટે તા.10.05.19ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમો કુલ 89 બાળકોમાંથી 39 બાળકોને સર્ટી આપવામાં આવ્યા હતા. જ્યારે 50 બાળકોને રીફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી સીવીલ હોસ્પિટલ હિંમતનગરના સહયોગથી કરવામાં આવેલ જેથી ઓઆઇસી કીર્તિસિંહે તમામ ડોકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.