ખેડબ્રહ્મા: દશેરા ટાંણે ઘોડા ન દોડયા, ઇવીએમ બદલવાની નોબત આવી

અટલ સમાચાર,ખેડબ્રહ્મા સાબરકાંઠા જીલ્લાના બે મતદાન મથકોમાં સવાર સવારમાં જ ઇવીએમ ખોટકાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. એક ઇવીએમમાં બીપનો અવાજ નહોતો આવતો જયારે બીજામાં ડીસ્પ્લે ખામીયુકત જણાતા તાત્કાલિક અસરથી બદલવાની નોબત આવી હતી. આ દરમ્યાન કેટલોક સમય મતદાન વિલંબમાં જતા મતદારો આઘાપાછા થયા હતા. ખેડબ્રહ્મા વિધાનસભા મતક્ષેત્રના વિજયનગરના અભાપુર તેમજ ખેડબ્રહ્માના પઢારા બુથ પર
 
ખેડબ્રહ્મા: દશેરા ટાંણે ઘોડા ન દોડયા, ઇવીએમ બદલવાની નોબત આવી

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

સાબરકાંઠા જીલ્લાના બે મતદાન મથકોમાં સવાર સવારમાં જ ઇવીએમ ખોટકાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. એક ઇવીએમમાં બીપનો અવાજ નહોતો આવતો જયારે બીજામાં ડીસ્પ્લે ખામીયુકત જણાતા તાત્કાલિક અસરથી બદલવાની નોબત આવી હતી. આ દરમ્યાન કેટલોક સમય મતદાન વિલંબમાં જતા મતદારો આઘાપાછા થયા હતા.

ખેડબ્રહ્મા વિધાનસભા મતક્ષેત્રના વિજયનગરના અભાપુર તેમજ ખેડબ્રહ્માના પઢારા બુથ પર દશેરા ટાંણે ઘોડા નહી દોડતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બંને મતદાન મથકોએ ટેકનીકલ કારણસર ઇવીએમ મશીન બગડતા છેવટે બદલવાની ફરજ પડી હતી. અભાપુર બુથ પર બીપ અવાજ નહી આવતાં તથા પઢારા બુથમાં ડીસ્પ્લેની ખામીને લીધે ઈવીએમ બદલાતા સ્થાનિક તંત્રમાં ઘડીભર ભાગદોડ રહી હતી. આ દરમ્યાન મતદારોને પણ ચુંટણીતંત્રી પુર્વતૈયારીઓનો રીપોર્ટ મળી ગયો હતો.