ખેડબ્રહ્મા: સ્ટેટ હાઇવે નજીકથી આશાસ્પદ યુવકની લાશ મળતા ચકચાર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેટ હાઇવે નજીક લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેટ હાઇવે નજીક કોઇ અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. ખેડબ્રહ્મા શહેર પોલીસને જાણ થતાં
 
ખેડબ્રહ્મા: સ્ટેટ હાઇવે નજીકથી આશાસ્પદ યુવકની લાશ મળતા ચકચાર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેટ હાઇવે નજીક લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઇ લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેટ હાઇવે નજીક કોઇ અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. ખેડબ્રહ્મા શહેર પોલીસને જાણ થતાં પોલીસ ધટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં લાશ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં મુકવામાં આવી છે.