ખેડબ્રહ્માઃ ર્ડાક્ટરો પર થતા હૂમલાના વિરોધમાં નાયબ કલેક્ટરને આવેદન આપ્યું

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) પશ્ચિમ બંગાળમાં ડોક્ટર ઉપર થયેલા હુમલાના વિરોધમાં રાજ્યમાં આજે એક દિવસની હડતાળ પાડવામાં આવી છે. જેના પડઘા સાબરકાંઠા જિલ્લામાં પણ પડ્યા છે. અને વિવિધ તાલુકાના તબીબોએ આવેદનપત્રો આપી ર્ડાક્ટરો પરના હૂમલામાં ઘટતું કરવા રજૂઆત કરી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, હિંમતનગર, ઈડર પંથકના તબીબ એસોસીએશનોએ આવેદનપત્ર આપી હડતાળમાં જોડાયા હતા. ખેડબ્રહ્મામાં
 
ખેડબ્રહ્માઃ ર્ડાક્ટરો પર થતા હૂમલાના વિરોધમાં નાયબ કલેક્ટરને આવેદન આપ્યું

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

પશ્ચિમ બંગાળમાં ડોક્ટર ઉપર થયેલા હુમલાના વિરોધમાં રાજ્યમાં આજે એક દિવસની હડતાળ પાડવામાં આવી છે. જેના પડઘા સાબરકાંઠા જિલ્લામાં પણ પડ્યા છે. અને વિવિધ તાલુકાના તબીબોએ આવેદનપત્રો આપી ર્ડાક્ટરો પરના હૂમલામાં ઘટતું કરવા રજૂઆત કરી છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, હિંમતનગર, ઈડર પંથકના તબીબ એસોસીએશનોએ આવેદનપત્ર આપી હડતાળમાં જોડાયા હતા. ખેડબ્રહ્મામાં પણ તબીબો હડતાળમાં જોડાયા છે. અને અને 25 જેટલા ર્ડાક્ટરોએ આ અંગે નાયબ કલેક્ટરને આવેદન આપી હૂમલા બંધ થવા અંગે જાણ કરી છે. ખેડબ્રહ્માના તમામ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલ લેબોરેટરી બંધ જોવા મળ્યા હતા.

ઉત્તર ગુજરાતના ર્ડાક્ટરોની મુખ્ય માંગ શું છે?

કોલકાતામાં એનઆરએસ મેડિકલ કોલેજ ખાતે ડો. પરિબાહા મુખર્જી ઉપર હુમલો થયો હતો. જેના ઘેરાપ્રત્યાઘાત સમગ્ર ભારતમાં પડ્યા છે. આ હૂમલાના વિરોધમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં તબીબી એસોસીએશન સાથે ર્ડાક્ટરો જોડાઈ હડતાળ પાડી હતી. અને માંગ કરી છે કે, કોલકત્તામાં તબીબ પર હૂમલો કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય. તેમજ ડોક્ટરો ઉપર થતાં હુમલા રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે કાયદો ઘડવો જોઈએ. નવા કાયદામાં હુમલા બદલ ઓછામાં ઓછી સાત વર્ષની સજાની જોગવાઈ કરવી જોઈએ. પોક્સોના કાયદાની માફક તરત જ ફરિયાદ નોંધાય અને પગલાં લેવાય તેવું થવું જોઈએ.