ખેડબ્રહ્મા: વરસાદના કારણે ખેડુતોને થયેલ નુકશાનનું વળતર ચુકવવા MLAની રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા ખેડબ્રહ્મા-પોશીનામાં ચાલુ સાલે ભારે વરસાદના કારણે દરેક જગ્યાએ કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યુ હતુ.છે. આ કપાસનું બિયારણનું વાવેતર આદિવાસી ભાઇઓ કરતા હોય છે. આ સિઝનમાં વધારે પ્રમાણમાં વરસાદ પડવાથી કપાસના બિયારણના જે ફળ આવતા હોય છે તે ભારે વરસાદના કારણે ખરી પડ્યા છે. જેને લઇ ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલે મુખ્યમંત્રીને પત્ર
 
ખેડબ્રહ્મા: વરસાદના કારણે ખેડુતોને થયેલ નુકશાનનું વળતર ચુકવવા MLAની રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા

ખેડબ્રહ્મા-પોશીનામાં ચાલુ સાલે ભારે વરસાદના કારણે દરેક જગ્યાએ કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યુ હતુ.છે. આ કપાસનું બિયારણનું વાવેતર આદિવાસી ભાઇઓ કરતા હોય છે. આ સિઝનમાં વધારે પ્રમાણમાં વરસાદ પડવાથી કપાસના બિયારણના જે ફળ આવતા હોય છે તે ભારે વરસાદના કારણે ખરી પડ્યા છે. જેને લઇ ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલે મુખ્યમંત્રીને પત્ર લખી વળતર ચુકવવા માંગ કરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં ભારે વરસાદથી પાક નુકશાની થતાં ધારાસભ્યએ ખેડુતોને વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ભારે વરસાદને કારણે કપાસના બિયારણનું ઉત્પાદન સહેજ પણ થઇ શકે તેમ નથી. તેથી કરી ગરીબ આદિવાસી ખેડૂતો મોંઘા ભાવના બિયારણ ખાતર દવાઓ વાપરી પાયમાલ થઇ ગયા છે. ગરીબ આદિવાસી ખેડૂતોને વળતર ના મળે તો આપઘાત કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. કપાસનું બિયારણ પકવતા આદિવાસી ખેડૂતોને 100 ટકા વળતર મળી રહે તે માટે ધારાસભ્યએ મુખ્યમંતરીને રજુઆત કરી છે.