ખેડબ્રહ્મા: પૌરાણિક શિતળા માતાજીના દર્શનાર્થે ભક્તોની લાંબી લાઇનો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ગુરૂવારે શિતળા સાતમનો તહેવાર હોવાથી સમગ્ર ઉત્તર ગુજરાત સહીત યાત્રાધામ ખેડબ્રહ્માના શિતળા માતાજીના દર્શન કરવા ભકતો વહેલી સવારે ઉમટયા હતા. ખેડબ્રહ્મામાં ગુરૂવારે અંબાજી મંદિર રોડ પર આવેલ પૌરાણિક શિતળા માતાજીના મંદિરે દર્શનાર્થીઓએ વહેલી સવારથી જ લાઈન લગાવી હતી. આગળના દિવસે રાંધણ છઠના દિવસે દરેક ઘરમાં રસોઈ બનાવીને બીજા દિવસે શિતળા
 
ખેડબ્રહ્મા: પૌરાણિક શિતળા માતાજીના દર્શનાર્થે ભક્તોની લાંબી લાઇનો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ગુરૂવારે શિતળા સાતમનો તહેવાર હોવાથી સમગ્ર ઉત્તર ગુજરાત સહીત યાત્રાધામ ખેડબ્રહ્માના શિતળા માતાજીના દર્શન કરવા ભકતો વહેલી સવારે ઉમટયા હતા. ખેડબ્રહ્મામાં ગુરૂવારે અંબાજી મંદિર રોડ પર આવેલ પૌરાણિક શિતળા માતાજીના મંદિરે દર્શનાર્થીઓએ વહેલી સવારથી જ લાઈન લગાવી હતી.

ખેડબ્રહ્મા: પૌરાણિક શિતળા માતાજીના દર્શનાર્થે ભક્તોની લાંબી લાઇનો

આગળના દિવસે રાંધણ છઠના દિવસે દરેક ઘરમાં રસોઈ બનાવીને બીજા દિવસે શિતળા માતાજીના દર્શન કરીને પછી ઠંડુ ભોજન જમતા હોય છે. ઘરે આવીને કે મંદિરે શિતળા માતાજીની કથા સાંભળ્યા પછી જમતા પહેલા સાત ઘરમાંથી ગૃહીણીઓ બટકુ માગી લાવીને ભોજન કરતા પહેલા સાત ઘરમાંથી લાવેલ બટકાનુ ભોજન પ્રથમ કરતા હોય છે. ત્યારબાદ પોતાના ઘરનુ ભોજન કરતા હોય છે. પુરાણોમાં જણાવેલ કહાની મુજબ આ વ્રત કરનારના ઘરમાં નાના બાળકોને શિતળાનો રોગ થતો નથી તેવુ કહેવાય છે. જેથી આજના દિવસે ઠંડુ ભોજન તથા ઠંડા પાણીએ સ્નાન પણ કરવાનુ હોય છે.