ખેડબ્રહ્માઃ અર્બુદા સમાજવાડી ખાતે ભાજપ મંડળની બેઠક યોજાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા તમામ તાલુકાઓમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. ભાજપ ખેડબ્રહ્મા તાલુકામાં પ્રમુખ તરીકે સુરેશ પટેલ ભગતની વરણી કરવામાં આવી હતી. તેના જ ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકામાં તેમજ શહેરમાં વરણી કરવામાં આવી. જ્યારે ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ રાવલ મહામંત્રી તરીકે ધર્મેન્દ્ર
 
ખેડબ્રહ્માઃ અર્બુદા સમાજવાડી ખાતે ભાજપ મંડળની બેઠક યોજાઇ

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા તમામ તાલુકાઓમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. ભાજપ ખેડબ્રહ્મા તાલુકામાં પ્રમુખ તરીકે સુરેશ પટેલ ભગતની વરણી કરવામાં આવી હતી. તેના જ ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકામાં તેમજ શહેરમાં વરણી કરવામાં આવી. જ્યારે ખેડબ્રહ્મા શહેર ભાજપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ રાવલ મહામંત્રી તરીકે ધર્મેન્દ્ર મહેતા ની નિમણૂક કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ દિપસિંહ રાઠોડ, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ નટવરસિંહજી ભાટી, નગરપાલિકા પ્રમુખ ઝલકબેન, ઉપપ્રમુખ અરવિંદભાઈ ઠક્કર તેમજ શહેરના મોટાભાગના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ નિર્ણયને આ કાર્યકર્તાઓએ આવકારીને નવા વરાયેલા પ્રમુખને અભિનંદન આપ્યા હતા.