ખેડબ્રહ્મા: સામાન્ય બાબતમાં પાડોશી ઝઘડ્યા, પોલીસ ફરીયાદ નોંધાઇ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્માના માણેકચોક વિસ્તારમાં નજીવી બાબતે પાડોશીઓ બાખડી પડતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે. માણેકચોક વિસ્તારમાં રહેતા સોની ગોવિંદભાઈને પાડોશી પતિ-પત્ની અને બે દિકકાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ખેડબ્રહ્મા શહેરના માણેકચોક વિસ્તારમાં રહેતા ગોવિંદકુમાર ભેરુલાલ
 
ખેડબ્રહ્મા: સામાન્ય બાબતમાં પાડોશી ઝઘડ્યા, પોલીસ ફરીયાદ નોંધાઇ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્માના માણેકચોક વિસ્તારમાં નજીવી બાબતે પાડોશીઓ બાખડી પડતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો છે. માણેકચોક વિસ્તારમાં રહેતા સોની ગોવિંદભાઈને પાડોશી પતિ-પત્ની અને બે દિકકાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ખેડબ્રહ્મા: સામાન્ય બાબતમાં પાડોશી ઝઘડ્યા, પોલીસ ફરીયાદ નોંધાઇ

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ખેડબ્રહ્મા શહેરના માણેકચોક વિસ્તારમાં રહેતા ગોવિંદકુમાર ભેરુલાલ સોની નું નવીન મકાન બની રહ્યું જેની બાજુમાં ધર્મચંદ નારમલ શાહનું મકાન આવેલ છે. 12 જુલાઈ સાંજના ગોવિંદભાઇ નવા ઘરે ગયા હતા અને ઘરમાં પડેલ નકામી સાવરણી બહાર રોડ પર ફેંકી હતી. જેથી પાડોશમાંથી સતિષભાઈ શાહ બાઈક પરથી આવી ધમકી આપી જણાવેલ કે તમે આમારી બાજુ દીવાલ કેમ બનાવો છો ? આવું કહી ધમકી આપી હતી આ દરમ્યાન તેમના ભાઇ-પિતા અને માતા પણ આવી ગોવિંદભાઈને નીચે પાડી ગાડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા.

ખેડબ્રહ્મા: સામાન્ય બાબતમાં પાડોશી ઝઘડ્યા, પોલીસ ફરીયાદ નોંધાઇ
જાહેરાત

ગોવિંદભાઇની બુમો સાંભળીને તેમના પત્ની લતાબેન અને કોન્ટ્રાકટર ગુલાબભાઈ અને પાડોશી મુનનીબેન આવી વચ્ચે પડી ગોવિંદભાઈને છોડાવ્યા હતા. જેથી લતાબેને સતિષભાઈ ધર્મચંદ શાહ, વિનીત ધર્મચંદ શાહ, ધર્મચંદ નારમલ શાહ અને તેમના પત્ની વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.