ખેડબ્રહ્મા: પેટાપરા ચીખલીમાં પીવાનાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા નગરપાલિકાના પેટા પરા ચીખલીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા ગામ લોકો ત્રાહિમામ પોકારી છે. આકરા ઉનાળામાં ગામની મહિલાઓને પાણી માટે એક કિલોમીટરનો રઝળપાટ કરવો પડે છે. પાલિકા ઘ્વારા ટેન્કરની વ્યવસ્થા ન કરતા ગ્રામજનોએ વેચાતા ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે. ખેડબ્રહ્મા નગર પાલિકાના પેટા પરા ચીખલી ગામ અનુસૂચિત જનજાતિનું ગામ છે. આ ગામમાં
 
ખેડબ્રહ્મા: પેટાપરા ચીખલીમાં પીવાનાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા નગરપાલિકાના પેટા પરા ચીખલીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતા ગામ લોકો ત્રાહિમામ પોકારી છે. આકરા ઉનાળામાં ગામની મહિલાઓને પાણી માટે એક કિલોમીટરનો રઝળપાટ કરવો પડે છે. પાલિકા ઘ્વારા ટેન્કરની વ્યવસ્થા ન કરતા ગ્રામજનોએ વેચાતા ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે.

ખેડબ્રહ્મા: પેટાપરા ચીખલીમાં પીવાનાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ

ખેડબ્રહ્મા નગર પાલિકાના પેટા પરા ચીખલી ગામ અનુસૂચિત જનજાતિનું ગામ છે. આ ગામમાં આકરા ઉનાળામા પીવાના પાણીની વિકટ સમસ્યા વચ્ચે પાલિકાના એક માત્ર કૂવામાં પણ પાણી સુકાઈ ગયા છે. ગામના પાણીના 10 ટાંકા શોભના ગાંઠિયા બની ગયા છે. પાણીના અભાવે હેન્ડપંપ પણ બંધ હોવાનું ગ્રામજનો જણાવી રહયા છે.

ખેડબ્રહ્મા: પેટાપરા ચીખલીમાં પીવાનાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ

ગામ લોકોએ જણાવ્યુ હતુ કે, પીવાના પાણી માટે વેચાતા ટેન્કર મંગાવવું અમોને આર્થિક રીતે પરવાડતું ન હોવા છતાં પીવાના પાણી વેચાતું લાવવું પડે છે. ગ્રામજનોએ પાલિકા પાસે પશુધન માટે પીવાના પાણી અને ગ્રામજનો માટે પણ પીવાના પાણીના ટેન્કર આપવામાં આવે તેવી માંગણી કરી છે.