ખેડબ્રહ્મા: સોની ઈસમ ઉપર તૂટી પડ્યા બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા શહેરના રહીશે અગાઉથી રહેતા પરિવારની બાજુમાં પ્લોટ લીધો છે. જેથી બાંધકામ દરમ્યાન સામાન્ય વાતમાં મોટો હોબાળો મચી ગયો હતો. પ્લોટ ખરીદનાર સોની ઈસમ ઉપર શાહ પરિવારના લોકો તૂટી પડ્યા હતા. જેની ફરિયાદ બાદ આરોપીઓ પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખેડબ્રહ્માના માણેકચોકમાં સોની ગોવિંદભાઈએ પ્લોટ ખરીદ્યો હતો. જેથી પ્લોટના
 
ખેડબ્રહ્મા: સોની ઈસમ ઉપર તૂટી પડ્યા બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા શહેરના રહીશે અગાઉથી રહેતા પરિવારની બાજુમાં પ્લોટ લીધો છે. જેથી બાંધકામ દરમ્યાન સામાન્ય વાતમાં મોટો હોબાળો મચી ગયો હતો. પ્લોટ ખરીદનાર સોની ઈસમ ઉપર શાહ પરિવારના લોકો તૂટી પડ્યા હતા. જેની ફરિયાદ બાદ આરોપીઓ પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ખેડબ્રહ્માના માણેકચોકમાં સોની ગોવિંદભાઈએ પ્લોટ ખરીદ્યો હતો. જેથી પ્લોટના બાંધકામ દરમ્યાન ખરાબ શાવરણી બહાર ફેંકાતા ઉગ્ર ઘર્ષણ થયું હતું. જેમાં સતિશ શાહ સહિતના સોનીભાઇને ગડદા પાટું મારવા લાગ્યા હતા. જેથી ગોવિંદભાઇ સોનીને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટના સમયે સતિશ, તેના ભાઈ, પિતા અને માતા પણ દોડી આવી ગોવિંદભાઈને પાડી મારવા લાગ્યા હતા. બુમાબુમ થતા ગોવિંદભાઈના પત્ની લતાબેન સાથે ગુલાબભાઈ અને પાડોશી મુનીબેન આવી  ગોવિંદભાઈને છોડાવ્યા હતા. જેથી લતાબેને સતિષભાઈ ધર્મચંદ શાહ, વિનીત ધર્મચંદ શાહ, ધર્મચંદ નારમલ શાહ અને તેમના પત્ની વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદને પગલે આરોપીઓ પોતાના ઘેરથી અન્યત્ર જતાં રહ્યાં હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સોની ભાઈને પ્લોટ ખરીદ્યા બાદ મુશ્કેલી સામે આવતા ભારે મુંઝવણ ઉભી થઇ છે.