ખેડબ્રહ્માના ખેડવા ગામે બાળમરણ અટકાવવા મીટીંગ યોજાઇ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામે તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર.ડી.ગોસ્વામીના અધ્યક્ષસ્થાને ખેડવા સબસેન્ટર દ્વારા પૂરક પોષણ આહાર અંતર્ગત નિદર્શન ભોજન અન્વયે ઓછુ વજન ધરાવતી કુલ ૬૯ સગર્ભા માતાઓને દૈનિક ભોજન આપવાનું આયોજન થયું છે . સમતોલ આહાર ન લેવાને લીધે ૨.૫ કિલોગ્રામથી ઓછા વજનવાળા બાળકો જન્મે છે. તેના લીધે બાળમરણ થવાની સંભાવના વધુ રહે
 
ખેડબ્રહ્માના ખેડવા ગામે બાળમરણ અટકાવવા મીટીંગ યોજાઇ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા

આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામે તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર.ડી.ગોસ્વામીના અધ્યક્ષસ્થાને ખેડવા સબસેન્ટર દ્વારા પૂરક પોષણ આહાર અંતર્ગત નિદર્શન ભોજન અન્વયે ઓછુ વજન ધરાવતી કુલ ૬૯ સગર્ભા માતાઓને દૈનિક ભોજન આપવાનું આયોજન થયું છે .

સમતોલ આહાર ન લેવાને લીધે ૨.૫ કિલોગ્રામથી ઓછા વજનવાળા બાળકો જન્મે છે. તેના લીધે બાળમરણ થવાની સંભાવના વધુ રહે છે.

જેથી બાળમરણ અટકાવવા અને અઢી કિલોથી વધુ વજનવાળા બાળકો અવતરે અને લાંબુ જીવન જીવે તે હેતુસર આગામી 1લી જાન્યુઆરી 2019 થી ૯૦ દિવસ માટે ભોજન આપવા અંગે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં મેડિકલ ઓફિસર સીડીપીઓ, મુખ્યસેવિકા તથા આગણવાડી કાર્યકર હાજર રહ્યા હતા.