ખેલ-જગતઃ VIVOના સ્થાને Dream 11 બન્યું IPL-2020નું ટાઇટલ સ્પોન્સર

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આઈપીએલની સીઝન-2020 માટે ટાઇટલ સ્પોન્સર મળી ગયું છે. સ્પોર્ટ્સ ફેન્ટસી લીગ એપ ડ્રીમ ઈલેવને 222 કરોડમાં ટાઇટલ સ્પોન્સરના રાઇટ્સ ખરીદી લીધા છે. આ માત્ર એક સીઝન માટેનો કરાર છે. મહત્વનું છે કે ચાઇનીઝ મોબાઇલ કંપની વીવોએ આ વર્ષે બીસીસીઆઈના ટાઇટલ સ્પોન્સર પદેથી હટવાનો નિર્ણય લીધો હતો. અટલ
 
ખેલ-જગતઃ VIVOના સ્થાને Dream 11 બન્યું IPL-2020નું ટાઇટલ સ્પોન્સર

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને આઈપીએલની સીઝન-2020 માટે ટાઇટલ સ્પોન્સર મળી ગયું છે. સ્પોર્ટ્સ ફેન્ટસી લીગ એપ ડ્રીમ ઈલેવને 222 કરોડમાં ટાઇટલ સ્પોન્સરના રાઇટ્સ ખરીદી લીધા છે. આ માત્ર એક સીઝન માટેનો કરાર છે. મહત્વનું છે કે ચાઇનીઝ મોબાઇલ કંપની વીવોએ આ વર્ષે બીસીસીઆઈના ટાઇટલ સ્પોન્સર પદેથી હટવાનો નિર્ણય લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

IPL 2020 માટે ચાઇનીઝ કંપની VIVOના સ્થાને નવા ટાઇટલ સ્પોન્સરની જાહેરાત થઈ ગઈ છે. વીવોના સીઝન 13માંથી હટ્યા બાદ Dream 11ને આ વર્ષની આઈપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ મળી છે. આ બોલી VIVOના વાર્ષિક 440 કરોડ રૂપિયાથી 190 કરોડ રૂપિયા ઓછી છે. ટાઇટલ પ્રાયોજક અધિકારની રેસમાં ટાટા સમૂહ પણ સામેલ હતું. આઈપીએલનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી આ વર્ષે સંયુક્ત અરબ અમીરાત (UAE)મા કરવામાં આવશે.

મહત્વનું છે કે આ પહેલા ભારત અને ચીન વચ્ચે વધતા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સીઝન માટે વીવોને રજા આપી દીધી હતી. વીવોએ 2018થી 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (પ્રત્યેક વર્ષ માટે 440 કરોડ રૂપિયા) આઈપીએલ ટાઇટલ પ્રાયોજકના અધિકાર હાસિલ કર્યાં હતા. આગામી વર્ષે વીવો ફરી મુખ્ય સ્પોન્સરના રૂપમાં પરત ફરી શકે છે.