ખુશી@વાવ: વરસાદથી તળાવ ભરાઇ જતાં કુંભારડી ગામના લોકો ઝૂમી ઉઠ્યા

અટલ સમાચાર,પાલનપુર વહી જતા વરસાદી પાણીને તળાવો, જળાશયો અને ચેકડેમમાં રોકીને મોટા પ્રમાણમાં જળસંચય કરવા જનસહયોગથી જળ સંચયનું મહાઅભિયાન હાથ ધરાયું હતું. જેમા વાવ તાલુકાના કુંભારડી ગામે પણ તાજેતરમા ઊંડું કરાયેલું તળાવ વરસાદથી ભરાઇ જતાં ગામના લોકો ઝૂમી ઉઠ્યા ઘણા સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં એક જ દિવસમાં 9 ઇંચ
 
ખુશી@વાવ: વરસાદથી તળાવ ભરાઇ જતાં કુંભારડી ગામના લોકો ઝૂમી ઉઠ્યા

અટલ સમાચાર,પાલનપુર

વહી જતા વરસાદી પાણીને તળાવો, જળાશયો અને ચેકડેમમાં રોકીને મોટા પ્રમાણમાં જળસંચય કરવા જનસહયોગથી જળ સંચયનું મહાઅભિયાન હાથ ધરાયું હતું. જેમા વાવ તાલુકાના કુંભારડી ગામે પણ તાજેતરમા ઊંડું કરાયેલું તળાવ વરસાદથી ભરાઇ જતાં ગામના લોકો ઝૂમી ઉઠ્યા

ઘણા સમયથી વરસાદની ચાતક નજરે રાહ જોતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં એક જ દિવસમાં 9 ઇંચ વરસાદ પડવાથી ગયા વર્ષે ઊંડું કરવામાં આવેલ કુંભારડી ગામનું તળાવ છલોછલ ભરાઇ ગયું છે. આ તળાવ ભરાતાં ગામલોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ બન્યો છે.

59 વર્ષીય  અમરાભાઇ વેણ વાવ તાલુકાના કુંભારડી ગામના વતની છે. તેઓ ખેતી સાથે પશુપાલન અને છુટક મજુરી કરે છે. તેમણે કહ્યું હતું કે, જળસંચય અભિયાન દ્વારા લોકો અને પશુ-પક્ષીના કલ્યાણ માટે ખુબ સરસ કામ કર્યુ છે.

તળાવ ઊંડું થવાથી પહેલાં જે પાણી છલકીને બહાર જતું રહેતું હતું પરંતું હવે વહી જતું પાણી ગામના તળાવમાં એકઠું થઇ રહ્યું છે. જેનાથી ગામ લોકો અને પશુ પક્ષીઓને મોટી રાહત થઇ છે. અમારા ગામનું તળાવ ઊંડું થવાથી ગામની સીમનું પાણી હવે ગામમાં જ રહે છે. પાણી જમીનમાં ઉતરશે તેનાથી ભૂગર્ભના તળ પણ રિચાર્જ થશે.

અત્યારે સારો વરસાદ થતાં જળસંચય દરમ્યાન ઉંડું કરવામાં આવેલ તળાવ છલોછલ ભરાઇ ગયું છે.પાણી મળવાથી પશુપાલનનો વ્યવસાય વધુ નફાકારક બનશે. રામભાઇ પટેલે કહ્યું કે આ અભિયાનથી ગામડાઓ, ખેડુતો અને ગામડામાં રહેતા લોકોનો આર્થિક વિકાસ ખુબ ઝડપથી થશે.